૧. હું શું કરું? – ચૈતન્ય પુરોહિત આ હવે ધાન્ય દળીને હું શું કરું? આ હવે રોટલો રળીને હું…
૧. પાંચ લઘુ કાવ્ય – ગુરુદેવ પ્રજાપતિ ‘ફોરમ’ પીળા થયેલા વૃધ્ધો તાજો જન્મેલો બાંકડો તાક્યા કરે એકમેકને. *…
૧. પાંચ હાઇકુ : કાળી બિલાડી – ગુરુદેવ પ્રજાપતિ ‘ફોરમ’ ૧) કાળી બિલાડી સૂર્ય સાથે ઝગડે અંધારું થતાં.…
૧. ગીત – વિરેન પંડ્યા પથ્થરમાં ફૂટેલી કૂંપળને પૂછ્યું કે પથ્થરથી બહાર કેમ આવી ? લહેરાતી કૂંપળ કહે, માસ્તરજી પાસે…
૧. ઝાકળની સાંકળ -ડો. મિલિન્દ પારેખ ઝાકળની સાંકળથી બાંધીને રાખ્યા છે તડકાના થનગનતા ઘોડાને મેં, આવી જ કંઈ રીતોથી ગોંધીને રાખ્યા છે, ઈચ્છાના મનગમતા ટોળાને મેં. મારી સૌ કોશિશ પર નાખે છે ભેગા થઈ, અવગણનાની ભારી ચાદર બધ્ધાં, તો પણ લ્યો સળગાવી રાખ્યા છે અંતરમાં જુસ્સાના ધગધગતા ગોળાને મેં. નિષ્ફળતાનો અગ્નિ બાળે જો સાહસની સુકાયેલી ડાળી તો ક્યાં જાઉં, લીલી એ કરવા મેં વરસાવી રાખ્યા છે આશાના ઝરમરતા ફોરાંને મેં. સૂરજના જોરે એ આંખોને આંજે છે, આઈના પોતે ક્યાં ચકમકતા છે? છેટા રાખ્યા આવો દેખાડો કરતા સૌ લોકોના ઝગમગતા ઓરાને મેં. વાયુ લઈ આવ્યો છે સંદેશા શ્વાસોમાં તારી ઉપસ્થિતિના આજે જો, તેથી તો દોડાવી રાખ્યા છે ચૌ-બાજુ આંખોના ટળવળતા ડોળાને મેં. …