તમે વાલેસ સ્ટીવન્સને ઊંડાણપૂર્વક માણ્યા છે. ને આમ પણ તમને સાતેય સૂરોની ઊંડી સમજણ છે. થોડાંક દિવસોથી એક કવિતા મનમાં રમે છે" Thirteen ways of looking at the black bird".
આપણા યુવાનોની બાનીમાં ગીત ગઝલ, લોહીમાં ઝેર ચડે એમ, ફરી વળ્યા છે.
વિજયભાઈનો લેખ વાંચતા વાંચતા મને પોષની ઠંડી યાદ આવતી હતી.કેટલું જબરજસ્ત રુપક તમે સર્જ્યું છે એટલું નહી સાદ્યન્ત નિભાવ્યું છે! વિજયભાઈનો લેખ સરસ છે. માનવસંદર્બ બહુ બારીકાઇથી ઝીલાય છે.
પાઠકસાહેબ વિશે તો કોઈવાર નવેસરથી તમે કહો એવું ઇચ્છું છું.પાઠકસાહેબનું તો બહુ મોટું સ્ટેચર છે સર્જક વિવેચક બન્ને રીતે. સદૈવ વંદનીય.
નોળવેલની મહેંકે તો એક નવી લ્હેરખી આણી દીધી.
અભિનંદન સિતાંશુભાઈ.
સસ્નેહાદર
મૂકેશ વૈદ્ય