મેઘાણી બેઠક

મેઘાણી સ્મરણઃ નોળવેલની બેઠક

 

ડાયરો : મેઘાણી શતાબ્દી વંદના – તા.૨૫-૫-૧૯૯૬

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા મેઘાણી-પટાંગણમાં, મેઘાણી જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે

તા.૨૩, ૨૪, અને ૨૫-૫-૧૯૯૬ દરમિયાન, ત્રિવસીય મેઘાણી સ્મૃતિવંદનાનો કાર્યક્રમ યોજાયો હતો.

ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

 

પરિષદ આર્કાઈવ્ઝમાંથી સાંપડેલા આ પ્રસ્તુત વીડિયોમાં આપણાં અત્યંત લોકપ્રિય કલાકારો, લોકગીતોના ગાયકોએ રસપાન કરાવ્યું હતું –

સર્વશ્રી મધુસૂદન વ્યાસ, બાબુ રાણપુરા, સ્વામીજી ગહન ભારતી, દલપત પઢિયાર વગેરે.

જે સાહિત્ય તરફ આપણાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ આપણું ધ્યાન દોર્યું છે, એ લોકસાહિત્યને, લોકગીતોને, મન ભરીને આ સ્મરણ થકી માણીએ...

 

સીધી લીન્ક : https://youtu.be/C7jZ_Ad1FZk

 

મેઘાણી સ્મરણઃ 

 

‘નોળવેલની મહેક’ માણતા સહુ કોઈને ભાગ લેવા આવકાર.

 

તમારા ઝવેરચંદ મેઘાણી,’ વિશે તમારું સર્જન.

 

ઝવેરચંદ મેઘાણીનો જન્મ  28 ઑગસ્ટ, 1896ને દિવસે સૌરાષ્ટ્રના ચોટિલામાં થયો હતો. 2020ના ઑગસ્ટની 28મીથી એમની 125મી જન્મજયંતી ઉજવાશે. પરિષદ, એની આ ‘નોળવેલ’ અને વિશેષે કરીને પરિષદનો યુવાસ્વર એ ઉત્સવનો અણનમ આનંદ આ કપરા કાળમાં તો ખાસ અનુભવે.

 

‘નોળવેલની મહેક’ની એક બેઠક, ઓક્ટોબરની 2જી એ રાખીએ અને એને મેઘાણી અને એમના ગાંધી અંગેની બેઠક બનાવીએ.

 

‘નોળવેલની મહેક’ માણતા સહુ કોઈને એમાં ભાગ લેવા આવકાર. ઝવેરચંદ મેઘાણી, તમારા ઝવેરચંદ મેઘાણી, વિશે તમને જે લખવાનું, ગાવાનું, ચીતરવાનું, ન્રુત્ય કરવાનું, બોલવાનું મન થાય, તો એ સપ્ટેમ્બરની 25મી સુધીમાં પ્રો. સમીર ભટ્ટ અથવા પ્રો. સેજલ શાહને વીજાણુ માધ્યમે મોકલી આપશો?

 

પરિષદ મંત્રી પ્રો. ભરત મહેતા, જેમની મેઘાણી વિશે ઊંડી લગની છે, એ આ પ્રક્રિયામાં, બેઠકમાં જોડાશે.

 

સેજલ શાહ : [email protected]

સમીર ભટ્ટ : [email protected]