સ્વાગતનોંધ

‘નોળવેલની મહેક’ ગુજરાતના પોતાના અંતરંગ ઊંડાણોમાં જેમ ફેલાય છે તેમ સુદૂર વિદેશોમાં...

 

– સિતાંશુ યશશ્ચન્દ્ર

 

 

‘નોળવેલની મહેક’ ગુજરાતના પોતાના અંતરંગ ઊંડાણોમાં જેમ ફેલાય છે તેમ સુદૂર વિદેશોમાં વસતા ગુજરાતી સર્જકો-ભાવકો સુધી વિસ્તરે છે. ગુજરાતી સાહિત્ય પરિષદ આ કોરોનાના સમયમાં પણ ગુજરાતી પ્રજાના વિવિધ વયજૂથના અને પ્રદેશોના સાહિત્ય-કલા-રસિકો સુધી સતત પહોંચતી રહે છે, દર પખવાડિયે, એનો આપણને સહુને આનંદ છે. વિશ્વવિખ્યાત ચિત્રકાર, છબીકાર જ્યોતિભાઈ ભટ્ટની ડાયરી વાંચવા મળે છે, સંવેદના અને કલા સભર ફોટોગ્રાફો સાથે, એનો આનંદ છેક અમેરિકા સુધી ‘નોળવેલ’ની મહેક જેવો જઈ શક્યો છે, એ અહીં મૂકેલા એક પત્રમાં જોઈ શકાશે. પ્રા. પીયૂષ ઠક્કરની પહેલ અને સતત માવજતનું આ પરિણામ છે.

‘સંભારણાં’માં ગુજરાતી સાહિત્યની ગઈ કાલને જીવંત જીવંત કરીને આપણા વર્તમાનનો ભાવસભર અંશ બનાવી આપવા બદલ રૂપલબહેન મહેતાનો આભાર કઈ રીતે માનવો? ‘આર્કાઈવલ મટિરિયલ’ બનીને જે પડી રહેત, એ સામગ્રીને ભારે કુશળતાથી, સંવેદનશીલતાથી અને કલાત્મક રીતે એમણે ફરી વર્તમાને વહેતી મૂકી છે, એમનું આત્મીય, સહજ અને સૌષ્ઠવભર્યું ગદ્ય એ કીમિયાનો મહત્ત્વનો અંશ છે. ‘નોળવેલ’ની બેઠકોમાં આવનાર અનેક ભાવકોનો રાજીપો મારા સુધી પહોંચ્યો છે એ આજે સહુ પાસે મૂકું છું.

વિજયભાઈ પંડ્યા, એ જ રીતે, સંસ્ક્રુત સાહિત્યના ઉત્ક્રુષ્ટ અંશોને કેવી કુમાશથી, કેવા ઉલ્લાસથી, સૌંદર્યદ્રષ્ટિથી સતત પ્રસ્તુત કરતા રહ્યા છે! એ યે એક સુજ્ઞ સહ્રુદયનો ઋતુસંહાર છે, નાનકડો પણ રમણીય.

પ્રો. સમીર ભટ્ટ અને પ્રો. સેજલ શાહ તો પરિષદને એની આવતી કાલ સાથે, ગુજરાતી લેખકો-વાચકોની નવી પેઢી સાથે ભારે માવજતથી જોડી આપનાર સેતુબંધ-કાર સાથીઓ છે. બન્ને પોતીકાં અવાજવાળાં, નિજી સર્જકતાનાં સ્વકીય અજવાળાં પેદા કરનારાં કવિઓ છે, એટલે નવી, મૌલિક, સાચી, સાહસિક સર્જકતાને ઓળખી શકે છે.

હવે પરિષદની ‘મેઘાણી વંદના’ આપણી આવતી બેઠકમાં કરી શકીશું. આકાશવાણીના કેન્દ્રનિયામક, સુકવિ વસંત જોષી એ અવસરે એક ગુલદસ્તો આપણને આપવાના છે! ઝવેરચંદ મેઘાણી સમા નિર્ભય, નિસ્વાર્થ, અડીખમ ગુજરાતીને ઉત્કટપણે આ સમયે યાદ કરવા, એ પણ એક નોળવેલ-અનુભવ છેને, પ્રિય સાથીઓ!

ગુજરાતી સાહિત્ય પરિષદની સ્વાયત્તતા, નિર્ભયતા અને ભેદની ભીંતોને ભાંગતી સાહિત્ય ભાવનાનું નિરંતર જતન,  એ જ એની સાચી "મેઘાણી  વંદના" બને.  પરિષદના મેઘાણી પ્રાંગણમાં મેઘાણી જન્મ શતાબ્દી પ્રસંગે જે સ્મરણીય સાહિત્ય પ્રસ્તુતિનું આયોજન કરાયું હતું, એની એક ઝલક, ‘નોળવેલ’ની આ બેઠકમાં મળે છે. આ દ્વારા આ પછીની, સપ્ટેમ્બર ૩૦ની બેઠકમાં વિસ્તરનારું "મેઘાણી વંદના" પર્વ આરંભાય છે.

 

સ્વાગત.

 

‘વિષાણુ’ સામે ‘વીજાણુ’-ની આ લડતમાં બને તેટલી વધારે છાપામાર લડતો લડવી છે, સતત. આપ સહુ જોડાઓ. ગ્લોબલ ગુજરાત આમાં સત્વર સામેલ થાય, એ ઈજન. ગુજરાતભરનાં, બલ્કે ભારતભરનાં ભાવકો-સર્જકોનું આ સ્વગૃહ છે. યુવા ગુજરાતી લેખકો, વિશ્વભરમાંથી, પોતાની નવી, મૌલિક કૃતિઓ (દરેક યુવા લેખક કુલ સાત પાનાંની મર્યાદામાં) યુનિકોડ ગુજરાતી ફોન્ટમાં ટાઈપ કરી આ ઈમેઇલ સરનામે મોકલેઃ

સિતાંશુ યશશ્ચન્દ્ર : [email protected].

સેજલ શાહ : [email protected]

સમીર ભટ્ટ : [email protected]

સહાયક ટીમનો આભાર: 

સેજલ શાહ

સમીર ભટ્ટ

વસંત જોશી

પીયૂષ ઠક્કર

રૂપલ મહેતા

અનુક્રમ: 

નોળવેલની મહેકઃ ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૦

‘નોળવેલની મહેક’ ગુજરાતના પોતાના અંતરંગ ઊંડાણોમાં જેમ ફેલાય છે તેમ સુદૂર વિદેશોમાં... – સિતાંશુ યશશ્ચન્દ્ર ‘નોળવેલની મહેક’ ગુજરાતના પોતાના અંતરંગ ...
યુવાસ્વર: અનુક્રમ  યુવા-સર્જન: યુવા-કાવ્ય, યુવા-વાર્તા પ્રકાર કૃતિ સર્જક સંપર્ક કાવ્ય 1. ગીત વિરેન પંડ્યા [email protected] 2. બે કવિતા જુગલ દરજી [email protected] ...
મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો - જ્યોતિ ભટ્ટ પ્રસંગ ૧૧ વડોદરાની ફાઈન આર્ટસ કોલેજમાં ચિત્ર વિભાગ અને શિલ્પ વિભાગના સિનિયર વિદ્યાર્થીઓ ...
ן સંસ્કૃત – સુભાષિત – સ્યન્દિકા  ן સુરખીભર્યો રવિ મૃદુ હેમન્તનો -વિજય પંડ્યા આ છિનાળ ('પણ્યવનિતા': જુઓ સંદર્ભ : 'નોળવેલની ...
મેઘાણી સ્મરણઃ નોળવેલની બેઠક ડાયરો : મેઘાણી શતાબ્દી વંદના – તા.૨૫-૫-૧૯૯૬ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા મેઘાણી-પટાંગણમાં, મેઘાણી જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે ...
સંભારણાં (૮)... આપણો કવિતાવારસો - રામનારાયણ વિ.પાઠક ‘શેષ’ તા.૨૩-૪-૧૯૯૬ પઠન અને વક્તવ્ય: નિરંજન ભગત, લાભશંકર ઠાકર. - રૂપલ મહેતા, અમદાવાદ ...
નોળવેલની મહેક વિષે અભિપ્રાય:  • વિનાયક રાવલ, કલાવિમર્શ, એપ્રિલ-જુલાઈ ૨૦૨૦ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રગટતા નોળવેલની મહેકના યુવાસ્વરો.. કોરોનાની મહામારીમાં ગુજરાતી ...

 

સાભાર: સંદર્ભ-ફોટાનો ઉપયોગ અવતરણ મર્યાદિત. કોપીરાઈટ યથાતથ.