સ્વાગત અને શુભેચ્છા...
– સિતાંશુ યશશ્ચન્દ્ર
ગુજરાતના ‘કવિતા શિક્ષક’ ગણાયેલા સમર્થ કવિ-ચિંતક બળવંતરાય ઠાકોરે પોતાના સમયના યુવા કવિઓ પાસે બે અપેક્ષાઓ રાખી હતી. આજે પણ આજના યુવા સર્જકોને પોતાની ક્ષમતાઓની સિધ્ધિ માટે એ બન્ને ઉપયોગી, બલ્કે ઉત્તેજક બની શકે. બ.ક.ઠા. કવિ પાસે માગણી કરે છેઃ ‘બધા સૂર ખિલાવજે મનુજ-ચિત્ત-સારંગીના’ અને ‘બધાં ફલક માપજે મનુજ-શક્તિ-સીડી તણાં.’
પહેલી પંક્તિમાં આપણા આંતર જીવવની અને બીજીમાં આપણા બાહ્ય જીવનની બધી ક્ષમતાઓને ખિલવવાની જીકર એ સમર્થ કવિ-ચિંતક કરે છે. લાગણી, બુધ્ધિ અને કર્મઠતા – એ ત્રણેને તાકે એ ‘ઊંચાં નિશાન’ તાકતી કવિતા, બલ્કે એક સમર્થ પ્રજાનું સાહિત્ય.
‘પરિષદ પ્રજાની’ એ ભાવનાને આપણે દૃઢ કરતા રહીએ. કઈ રીતે? નાનાં મોટાં ટોળાં પાસે કાચી પાકી રચનાઓ માટે તાળીઓ પડાવીને નહીં. પણ પ્રજાની ‘ચિત્ત-સારંગીના સૂર’ અને ‘શક્તિ-સીડી તણાં ફલક’ (આંબે મીઠી અને રસાળ કેરી પાકે એમ આસ્તે આસ્તે) જ્યાં ખીલતા જાય, એવી જગ્યા પરિષદમાં ખુલ્લી કરીને.
સ્વાગત અને શુભેચ્છા.
•
‘વિષાણુ’ સામે ‘વીજાણુ’-ની આ લડતમાં બને તેટલી વધારે છાપામાર લડતો લડવી છે, સતત. આપ સહુ જોડાઓ. ગ્લોબલ ગુજરાત આમાં સત્વર સામેલ થાય, એ ઈજન. ગુજરાતભરનાં, બલ્કે ભારતભરનાં ભાવકો-સર્જકોનું આ સ્વગૃહ છે. યુવા ગુજરાતી લેખકો, વિશ્વભરમાંથી, પોતાની નવી, મૌલિક કૃતિઓ (દરેક યુવા લેખક કુલ સાત પાનાંની મર્યાદામાં) યુનિકોડ ગુજરાતી ફોન્ટમાં ટાઈપ કરી આ ઈમેઇલ સરનામે મોકલેઃ
સિતાંશુ યશશ્ચન્દ્ર : [email protected].
સેજલ શાહ : [email protected]
સમીર ભટ્ટ : [email protected]
•
સહાયક ટીમનો આભાર:
સેજલ શાહ
સમીર ભટ્ટ
વસંત જોશી
પીયૂષ ઠક્કર
રૂપલ મહેતા
અનુક્રમ:
નોળવેલની મહેકઃ ૧૫ ઓક્ટોબર ૨૦૨૦
સાભાર: સંદર્ભ-ફોટાનો ઉપયોગ અવતરણ મર્યાદિત. કોપીરાઈટ યથાતથ.