ן સંસ્કૃત – સુભાષિત – સ્યન્દિકા ן
સીત્કાર શિખવતા પ્રોફેસર શિશિરકુમાર
-વિજય પંડ્યા
સીત્કારં શિક્ષયતિ, વ્રણતિ અધરં, તનોતિ રોમાગ્યમ્
નગરિક: કિં મિલિતો નહિ નહિ, સખિ, હૈમનઃ પવનઃ ||
(શાર્ડગધરપદ્ધતિ પરક, ધર્મદાસના નામે, પાઠ સુભાષિત-રત્નભાણ્ડાગાર, નિર્ણય સાગર પ્રેસ, મુંબઈનો સ્વીકાર્યો છે.)
રસ્તામાં મળી જતાં એક સખી બીજી સખીને પૂછે છે.
પહેલી સખી : શું ચાલે છે ?
બીજી સખીનો ઉપર્યુક્ત સુભાષિત દ્વારા ઉત્તર છે.
બીજી સખી : સીત્કાર કરતાં શિખવાડે છે, હોઠ પર વ્રણ પાડી દે છે, હું તો રોમાંચિત પણ થઈ જાઉં છું.
પહેલી સખી : (સ્વગત) આ ચાંપલી, બકુલાવલિકા, ઉત્કલિકા, તરંગિતા, શેફાલિકા વગેરે બીજી દસને કહેતી ફરશે. લાવ, વિષય જ બદલી નાખું. (મોટેથી) ના, ના, શું તું તો ! અરે હું તો આ શિશિર (મૂળાં હેમન્ત છે !) ના વનોની વાત કરું છું. જો એ ઠંડા પવનો વાય એટલે આપણે સીત્કાર કરતા થઈ જઈએ છીએ, હોઠ ફાટી જાય છે. હું તો થર થર ધ્રુજું છું, ઠંડીથી, રૂંવાડાં ખેડાં થઈ જાય છે.
પહેલી સખી : ચલ જૂઠ્ઠી, વાત બદલી કાઢી.
બીજી સખી : ના, ના, એવું નથી. તારે પણ આવું જ છે ને ?
બન્ને સખીઓ એકબીજાને તાળી આપીને છૂટી પડે છે.
સંસ્કૃતમાં આવા પ્રકારની કવિતા પણ વિકસી છે અને તેને સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પરિભાષામાં “અપહનુતિ' કહેવામાં આવે છે. અપહનુતિનો અર્થ સંગોપન-છૂપાવવું, નિષેધ કરવો થાય છે. આવાં સુભાષિતો ચમત્કૃતિભર્યા, શ્લેષ પર આધારિત, મનોરંજક હોય છે.
આવું જ સીત્કારને વણી લેતું એક બીજું પણ સુભાષિત જોઈ લઈએ....
વધુ વાંચો...
*ફોટો કોપીરાઈટ યથાતથ
•
લેખકનું સરનામું : વિજય પંડ્યા, ‘ઉપનિષદ’, ૧૧-એ, ન્યુ રંગસાગર સોસાયટી, સરકારી ટ્યુબવેલનો ખાંચો, બોપલ, અમદાવાદ ૩૮૦ ૦૫૮ મોબાઈલ : ૯૮૯૮૦૫૯૪૦૪
⇔