અભિપ્રાય

  • પદ્મનાભ કે જોષી

Respected Sitanshubhai,

It was a great pleasure to receive Gujarati Sahitya Parishad in totally innovative outlook. Decorated with all the latest softwares, Parishad has now become more accessible.

Hope you all are fine. Please take utmost care. Thanks and regards.

Padmanabh K. Joshi

  • મૂકેશ વૈદ્ય

પ્રણામ વિજયભાઈ.

સુપ્રભાતમ્.

આજે આખો લેખ નિદાઘ સુભાષિત વિશેનો વાંચી ગયો.તમે એમાં એક જગ્યાએ વ્યંજનાનો ઢગલો હોવાનું લખ્યું છે એ મને જણાવશો તો સારું રહેશે. મારી વણ કેળવાયેલી દ્રષ્ટિ ઉતાવળમાં એ શોધી નહીં શકી. પણ સ્હેજ અંગૂલિનિર્દેશ થતાં માણી જરૂર શકશે. તમે મારતી કલમે પણ જે અદ્ભુત ભંડાર, માનવસંદર્ભ એક લસરકામાં આપ્યાં છે એ જ બતાવે છે કે તમે કેટલું બધું આપી શકો એમ છો!  મારે ખાસ અભિનંદન તો સિતાંશુભાઈને આપવાનાં. સિતાંશુભાઈએ તમારી પાછળ પડીને, લેખ તૈયાર કરાવ્યો એટલું જ નહીં એમણે જાતે ટાઇપ કરીને, જાતે  પ્રુફ સુધ્ધાં જોયાં અને ત્વરિતવેગે પ્રકટ કર્યો. તમારી બન્નેયની સાહિત્યપ્રીતિને સલામ!

दोस्त, हृदयथी आभार. व्यंजनानो ढगलो विशे एटलुं ज कहेवानुं के कविए हाथ, मुख अने अमृत वर्षावती वाणी आ त्रणथी निदाघ रहेतो नथी एम कह्युं छे एटले ए त्रण तत्त्वो एवुं काम करे छे के व्यंजनाना ढगला लपाईने पड्या छे. आवुं हुं समजुं छुं.

મૂકેશવૈદ્ય.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

  • પાયલ ધોળકિયા

 

નોળવેલ ની મહેક માં મારી રચના પ્રસિદ્ધ કરવા બદલ હું સાહિત્ય પરિષદ ની તેમજ આપ સૌની ઋણી રહીશ.

પરિષદ નાં કોઈ પણ કાર્ય માં સહભાગ થવા હું સદાય તત્પર છું.

હું બધાં અપડેટ થયેલાં ' નોળવેલ ' માં બધી જ અચૂક વાચું છું

આ કોલમ ખરેખર અમારાં વાંચન ને વધુ ગહન કરે છે અને વિચારો ને સમૃદ્ધ બનાવે છે સેજલ બેન નાં કાવ્યો હોય કે નિરંજન ભગત ની કવિતા, કે ઓછી તમે આપેલી ઈશા માં ને શ્રદ્ધાંજલી આ બધું જ એમને શીખવા સતત પ્રેરતું રહ્યું છે. સાહિત્ય પરિષદ ની હું ઋણી છું તેમજ પ્રજ્ઞા વશી અને હેમંત ભાઈ રાવલ એ મારી કવિતા અને હાઈકુ અંગે સચોટ પ્રતિભાવ આપ્યા એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. સેજલ બેન, સિતાંશુ સાહેબ અને સમગ્ર જોડાયેલ પરિષદ ની ટીમ ની હું ઋણી છું અને. પ્રશંસનીય કાર્ય કરવા પરિષદ ને વધામણાં.

- પાયલ ધોળકિયા

કચ્છ યુનિવર્સિટી, ભુજ

  • વિપુલ કલ્યાણી

આદરણીય સિતાંશુભાઈ

કુશળ હશો.

તમારી લેખસામગ્રીને ‘ઓપિનિયન’ પર મૂકવા લઈ જવાનો છું.

કેટલાક વધુ લોકો સુધી પહોંચાય તે ઈચ્છા.

 

આભાર.

સ્નેહાદારપૂર્વક

વિપુલ કલ્યાણી

‘ઓપિનિયન’ મે ૨૦૨૦
‘ઓપિનિયન’ મે ૨૦૨૦

  • હિમા યાજ્ઞિક

આદરણીય પ્રમુખશ્રી,

 

કોરોનાના કપરા કાળમાં કર્મયોગી બનીને ‘નોળવેલની મહેક’ દ્વારા આપે પ્રશંસનીય એવું મધમાખી કર્મ કર્યું છે. તે બદલ આપને અભિનંદન પાઠવું છું.

 

‘યુવાસ્વર’ મારફતે અનોખું શબ્દવિશ્વ ખડું કર્યું છે. બંને અંકો અત્તરકુંડીમાં ઝબોળેલા ફાયા છે. અને એ સુગંધને નિરાંતપણે શાંતિથી માણવા જેવી છે.

 

બીજ વાવીએ ત્યારે વૃક્ષને કેટલાં પાન ફૂટશે, કેટલાં ફૂલ આવશે, એનું ગણિત માંડી શકાતું નથી, કારણ ઇમારતની જેમ એની બ્લ્યુ પ્રિન્ટ હોતી નથી. પરંતુ, ‘નોળવેલની મહેક’ દ્વારા આપે જે યુવાસ્વર રૂપી બીજ વાવ્યું છે, તેનાથી સાહિત્યની ફૂલવાડીમાં અવશ્ય મ્હેંક મ્હેંક થતી રહેશે. તેમાં શંકાનો કોઈ સ્થાન નથી.

આભાર, અને ફરીથી અભિનંદન,

હિમા યાજ્ઞિક

 

 

 

 

 

આપના અભિપ્રાય આવકાર્ય: 

સંપર્ક: ગુજરાતી સાહિત્ય પરિષદ