સંભારણાં (૩): ૧૯૯૯ના ‘સચ્ચિદાનંદ સન્માન’નો કાર્યક્રમ

સંભારણાં (૩)...

 

નિરંજન ભગતને અપાયેલ ૧૯૯૯ના ‘સચ્ચિદાનંદ સન્માન’નો  કાર્યક્રમ

 

- રૂપલ મહેતા, અમદાવાદ.

નિરંજન ભગતને અપાયેલ ૧૯૯૯ના ‘સચ્ચિદાનંદ સન્માન’નો કાર્યક્રમ, તા. ૭ ઓગસ્ટ ૨૦૦૦

જો ભગતસાહેબ આજે હયાત હોત, તો મારો પ્રશ્ન હોત કે શું તેમણે લૉકડાઉન કે કોરોના-કાળ વિષે વિચાર્યું હશે..?

‘ગાયત્રી’ કાવ્યમાંથી કેટલીક પંક્તિઓ –કાવ્યાસ્વાદનો વિષય બની શકે...

ભાવિ આ શ્હેરનું એણે જોયું કે શું અચાનક?

કવિની દૃષ્ટિથી જોયું એવું તે શું ભયાનક?

...

જડે ના માનવી એકે, ગયાં ક્યાં સહુ આ સમે?

...

ઓગળી જાય સહુ યાત્રી રાત્રીના અંધકારમાં,

પુરાયાં એમ પોતાની છાયાના બંધ દ્વારમાં...

 

તા. ૭ ઓગસ્ટ ૨૦૦૦ ના રોજ, ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે યોજાયેલા નિરંજન ભગતને અપાયેલ ૧૯૯૯ના ‘સચ્ચિદાનંદ સન્માન’ કાર્યક્રમનો આસ્વાદ તો થોડાંકે માણ્યો હશે, પરંતુ તે આસ્વાદ, એ થોડાંથી ‘ઘણાં’ સુધી પહોંચાડવાની ભાવના સાથે આ રજૂઆત પ્રસ્તુત છે.

કાર્યક્રમમાં (સચવાયાં છે, તેમનાં) આ પ્રમાણે પ્રવચનો છે:

હરિકૃષ્ણ પાઠક, પ્રકાશ ન. શાહ, રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ, લાભશંકર ઠાકર, ધીરૂભાઈ ઠાકર અને - નિરંજન ભગતનો પ્રતિભાવ.

 

જેમાંનો, નિરંજન ભગતનો પ્રતિભાવ, ‘પરબ’ના સપ્ટેમ્બર ૨૦૦૦ ના અંકમાં, તેમજ નિરંજન ભગતના પુસ્તક ‘સાહિત્યચર્યા’માં છપાઈ તો ગયો છે. પરંતુ, એ લેખમાં વિસ્તારપૂર્વક ઉમેરા સાથે, જુસ્સેદાર ભગતસાહેબને સાંભળવા, એ અનેરું સંભારણું છે. માત્ર એટલું જ નહીં, આ વિષયે અન્ય કવિ મહાનુભાવોના સ્વ-અનુભવો સાંભળવા પણ ગમશે, એવી ધારણા છે.

 

જો આ વીડિયોના કોઈ વિશેષ વિભાગને સાંભળવો હોય, તો નીચેની સીધી લીન્કનો ઉપયોગ કરી શકાશે:

 

- રૂપલ મહેતા, અમદાવાદ.

૩૦ જૂન ૨૦૨૦.

 

કાર્યક્રમ:

નિરંજન ભગતને અપાયેલ ૧૯૯૯ના ‘સચ્ચિદાનંદ સન્માન’નો  કાર્યક્રમ.

સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ, તા. ૭ ઓગસ્ટ ૨૦૦૦.

 

કોઈ વિશેષ વિભાગની સીધી (Direct) લીન્ક: 

સ્વાગત:
હરિકૃષ્ણ પાઠક, પ્રકાશ ન. શાહ
વક્તા:
રઘુવીર ચૌધરી
વક્તા:
ભોળાભાઈ પટેલ
વક્તા:
લાભશંકર ઠાકર
પ્રતિભાવ:
નિરંજન ભગત

 

કાર્યક્રમની લીન્ક - Link: https://youtu.be/ysvUCdijJOU