યુવાસ્વર:
આપઓળખની મથામણઃ યુવા સ્વરોનું એક સેલ્ફ ઑડિટ.
-પરિકલ્પનાઃ પ્રા. સમીર ભટ્ટ અને પ્રા. સેજલ શાહ.
સવાલો | જવાબો: સપન પાઠક |
૧. તમારા મતે, સાહિત્ય સર્જન શા માટે? |
૧. |
૨. કવિતા, વાર્તા, નિબંધ, નાટક – એટલે તમારા માટે શું? |
૨. સાહિત્યનાં વિવિધ સ્વ-રૂપો. |
૩. આજના આ સમયમાં તમે કેવું સાહિત્ય સર્જવા ચાહો? |
૩. સામાન્ય વાચકોના હૃદય સુધી પહોંચે એવું. |
૪. તમને ગમતા ગુજરાતી સર્જકો કયા? શા માટે? |
૪. શ્રી રમેશ પારેખ. એમની રચનાઓમાં પ્રયોજાયેલા કલ્પનો મનને સ્પર્શી જાય છે. |
૫. તમને ગમતા ભારતીય સર્જકો કયા વિશ્વસાહિત્યની તમને ગમતી રચનાઓ? |
૫. વાંચન ગુજરાતી સાહિત્ય પૂરતું જ મર્યાદિત વાચન ધરાવું છુ. આ મારું નબળું પાસુ છે |
૬. જે ભાષામાં તમે સાહિત્ય સર્જન કરો છો, એ ભાષાના પ્રશિષ્ટ સર્જકો, એમની રચનાઓ અને સાહિત્યના ઇતિહાસની કેટલી જાણકારી તમને છે? |
૬.. આ બાબતોમાં મારી જાણકારી ઊંડી તો નહીં જ કહી શકાય. |
૭. કવિતા લખતી વખતે કોઈ આદર્શ સામે રાખો છો? |
૭. કોઈને આદર્શ તરીકે સામે રાખતો નથી. ફક્ત મારી રચના, મારી પાછલી રચનાઓ કરતાં સારી લખાય એ બાબત જ ધ્યાનમાં રાખું છું. |
૮. રચના કર્યા પછી સૌ પ્રથમ કોને તમારી રચના સંભળાવવા ઈચ્છો? શા માટે ? |
૮. મારા સહસર્જક મિત્ર અને મારા માર્ગદર્શક ગુરુને. સૌના સૂચનો થકી રચના વધુ સારી બની રહે એ માટે. |
૯. સર્જન-પ્રક્રિયાની ચર્ચા કરતાં લખાણો/વક્તવ્યોમાંથી તમને શું શું વાંચવું/સાંભળવું ગમ્યું છે? |
૯. દરેક સર્જક તથા તેની દરેક રચના પાછળની સર્જન પ્રક્રિયા અલગ અલગ હોઇ શકે. છતાં સ્થાપિત સર્જકોની સર્જન પ્રક્રિયા, તેમનાં અનુભવો વાંચવાં-સાંભળવાં ગમ્યાં. |
૧૦. તમારી જાતને સજ્જ કરવા શું કરો છો અથવા શું કરવા ધારો છો? |
૧૦. શક્ય એટલા સાહિત્ય સ્વરૂપોને સમજી એમાં ખેડાણ કરવાનો પ્રયત્ન કરું છું. |
- સપન પાઠક