યુવાસ્વર:
આપઓળખની મથામણઃ યુવા સ્વરોનું એક સેલ્ફ ઑડિટ.
-પરિકલ્પનાઃ પ્રા. સમીર ભટ્ટ અને પ્રા. સેજલ શાહ.
સવાલો | જવાબો: ચાર્વી ભટ્ટ |
૧. તમારા મતે, સાહિત્ય સર્જન શા માટે? |
૧. સાહિત્ય સર્જન શા માટે? સ્વથી સર્વની ઓળખ માટે. |
૨. કવિતા, વાર્તા, નિબંધ, નાટક – એટલે તમારા માટે શું? |
૨. કવિતા એટલે જીવનનો લય, વાર્તા એટલે જીવનનો વિનિમય, નિબંધ એટલે મનનાં ઉમળકા સાથે આવતાં તરંગો, નાટક એટલે જગતની દરેક વાતને હસતાં શીખવતુ પ્રતિબિંબ. |
૩. આજના આ સમયમાં તમે કેવું સાહિત્ય સર્જવા ચાહો? |
૩. લોકોપયોગી. |
૪. તમને ગમતા ગુજરાતી સર્જકો કયા? શા માટે? |
૪. વિનોદ ભટ્ટ. |
૫. તમને ગમતા ભારતીય સર્જકો કયા વિશ્વસાહિત્યની તમને ગમતી રચનાઓ? |
૫. રવીન્દ્રનાથ ટાગોર. |
૬. જે ભાષામાં તમે સાહિત્ય સર્જન કરો છો, એ ભાષાના પ્રશિષ્ટ સર્જકો, એમની રચનાઓ અને સાહિત્યના ઇતિહાસની કેટલી જાણકારી તમને છે? |
૬..સાહિત્યક્ષેત્રે તેમણે કરેલાં પ્રદાનની માહિતી છે. |
૭. કવિતા લખતી વખતે કોઈ આદર્શ સામે રાખો છો? |
૭. રાજેન્દ્ર શાહ, સિતાંશુ યશશ્ચન્દ્ર. |
૮. રચના કર્યા પછી સૌ પ્રથમ કોને તમારી રચના સંભળાવવા ઈચ્છો? શા માટે ? |
૮. જેને હું વધારે ગમું છું એવાં દોસ્તને. |
૯. સર્જન-પ્રક્રિયાની ચર્ચા કરતાં લખાણો/વક્તવ્યોમાંથી તમને શું શું વાંચવું/સાંભળવું ગમ્યું છે? |
૯. તત્કાલીન સાહિત્યમાં બનતી ઘટના |
૧૦. તમારી જાતને સજ્જ કરવા શું કરો છો અથવા શું કરવા ધારો છો? |
૧૦. વાંચન અને એવું હું પણ કરી શકું એવી સૂઝ સાથે સહદય થવા ઇચ્છુ છું |
- ચાર્વી ભટ્ટ