યુવાસ્વર:
આપઓળખની મથામણઃ યુવા સ્વરોનું એક સેલ્ફ ઑડિટ.
-પરિકલ્પનાઃ પ્રા. સમીર ભટ્ટ અને પ્રા. સેજલ શાહ.
સવાલો | જવાબો: ભરત પ્રજાપતિ |
૧. તમારા મતે, સાહિત્ય સર્જન શા માટે? |
૧. મારા મતે સાહિત્ય સર્જન તત્કાલીન પરિસ્થિતિને રજૂ કરવા, સમાજને નવો રાહ ચીંધવા, એક વૈચારિક અને સામાજિક ક્રાંતિ માટે, થતું હોય છે. |
૨. કવિતા, વાર્તા, નિબંધ, નાટક – એટલે તમારા માટે શું? |
૨. મન અને લાગણી સાથે વાતો. મને સમજાયેલ પરમ તત્વ અને ભીતરમાં પ્રગટેલો અલૌકિક દીવો. |
૩. આજના આ સમયમાં તમે કેવું સાહિત્ય સર્જવા ચાહો? |
૩. મને હજી મારા સર્જનની સંતોષ નથી એટલે આનો જવાબ ન આપી શકું |
૪. તમને ગમતા ગુજરાતી સર્જકો કયા? શા માટે? |
૪. મને ગમતા સર્જકોમાં ઘણા નામ આવી શકે પરંતું મને પ્રભાવિત કરનાર સર્જક રાવજી પટેલ અને મનીષ પરમાર છે કારણ તેમના સર્જનમાં ગ્રામ્ય પરિવેશ અને ખેતર સાદ કરે છે, જે મારા પ્રિય વિષયો રહ્યા છે. |
૫. તમને ગમતા ભારતીય સર્જકો કયા વિશ્વસાહિત્યની તમને ગમતી રચનાઓ? |
૫. ઝવેરચંદ મેઘાણી. ‘ચારણ કન્યા’ અને ‘ગ્રામ્યમાતા’. |
૬. જે ભાષામાં તમે સાહિત્ય સર્જન કરો છો, એ ભાષાના પ્રશિષ્ટ સર્જકો, એમની રચનાઓ અને સાહિત્યના ઇતિહાસની કેટલી જાણકારી તમને છે? |
૬.. આ બાબતો સમજવા હું મથામણ કરું છું. |
૭. કવિતા લખતી વખતે કોઈ આદર્શ સામે રાખો છો? |
૭. હું આ બાબતે એટલું જ કહી શકું કે મારી કવિતામાં કોઈના સર્જનનો પ્રભાવ ન આવે. |
૮. રચના કર્યા પછી સૌ પ્રથમ કોને તમારી રચના સંભળાવવા ઈચ્છો? શા માટે ? |
૮. મારી જાતને. |
૯. સર્જન-પ્રક્રિયાની ચર્ચા કરતાં લખાણો/વક્તવ્યોમાંથી તમને શું શું વાંચવું/સાંભળવું ગમ્યું છે? |
૯. મને સર્જકની સર્જન પ્રક્રિયા વિશે સાંભળવામાં અને જાણવામાં આનંદ આવે છે. |
૧૦. તમારી જાતને સજ્જ કરવા શું કરો છો અથવા શું કરવા ધારો છો? |
૧૦. નિયમિત વાંચન અને જાત સાથે સંવાદ. |
- ભરત પ્રજાપતિ, 'અદિશ'.