યુવાસ્વર:
આપઓળખની મથામણઃ યુવા સ્વરોનું એક સેલ્ફ ઑડિટ.
-પરિકલ્પનાઃ પ્રા. સમીર ભટ્ટ અને પ્રા. સેજલ શાહ.
સવાલો | જવાબો: ભવિ ગાંધી |
૧. તમારા મતે, સાહિત્ય સર્જન શા માટે? |
૧. હું ક. જે. સોમૈયા કલા અને વાણિજ્ય મહાવિદ્યાલયમાં એમ. કોમ. કરી રહી છું. કોમર્સ ની વિદ્યાર્થિની હોવાથી સાહિત્ય વિશે ઊંડું જ્ઞાન નથી. |
૨. કવિતા, વાર્તા, નિબંધ, નાટક – એટલે તમારા માટે શું? |
૨. મેઘાણી, કલાપી, ચંદ્રકાંત બક્ષી, ધ્રુવ દાદા, વગેરે લેખકો વિશે સંશોધન પત્રો તથા પી.પી.ટી. પ્રસ્તુતિકરણ સ્પર્ધા વગેરે માટે અભ્યાસ કર્યો છે. |
૩. આજના આ સમયમાં તમે કેવું સાહિત્ય સર્જવા ચાહો? |
૩. સર્જનમાં સાતત્ય નથી. પરંતુ વિચારો સતત ચાલુ રહે છે. જ્યારે એમ લાગે કે હવે તો આ કાગળમાં ઉતર્યા સિવાય નહીં ચાલે ત્યારે કલમ હાથમાં લઉં છું . |
૪. તમને ગમતા ગુજરાતી સર્જકો કયા? શા માટે? |
૪. પ્રિય લેખક ધ્રુવ ભટ્ટ અને ઝવેરચંદ મેઘાણી છે. બંનેના સાહિત્યને વાંચ્યું છે અને તેમના સર્જનને જાણવા-સમજવાના પ્રયત્નો કર્યા છે. |
૫. તમને ગમતા ભારતીય સર્જકો કયા વિશ્વસાહિત્યની તમને ગમતી રચનાઓ? |
૫. હિંદી કવિતાઓમાં અને ગુજરાતી વાર્તા - નવલકથાઓમાં વધારે રસ છે. |
૬. જે ભાષામાં તમે સાહિત્ય સર્જન કરો છો, એ ભાષાના પ્રશિષ્ટ સર્જકો, એમની રચનાઓ અને સાહિત્યના ઇતિહાસની કેટલી જાણકારી તમને છે? |
૬. |
૭. કવિતા લખતી વખતે કોઈ આદર્શ સામે રાખો છો? |
૭. લખતી વખતે કોઈ બંધારણ વિશે જાણતી ન હોવાથી માત્ર મનને કોરા કાગળ પર ઉતારી લઉં છું. |
૮. રચના કર્યા પછી સૌ પ્રથમ કોને તમારી રચના સંભળાવવા ઈચ્છો? શા માટે ? |
૮. પહેલાં મારી માને મારું સર્જન સંભળાવું છું. કારણ તે મારી પ્રેરણામૂર્તિ છે. |
૯. સર્જન-પ્રક્રિયાની ચર્ચા કરતાં લખાણો/વક્તવ્યોમાંથી તમને શું શું વાંચવું/સાંભળવું ગમ્યું છે? |
૯. |
૧૦. તમારી જાતને સજ્જ કરવા શું કરો છો અથવા શું કરવા ધારો છો? |
૧૦. |
- ભવિ ગાંધી