યુવાસ્વર:
આપઓળખની મથામણઃ યુવા સ્વરોનું એક સેલ્ફ ઑડિટ.
-પરિકલ્પનાઃ પ્રા. સમીર ભટ્ટ અને પ્રા. સેજલ શાહ.
સવાલો | જવાબો: અર્પણ ક્રિસ્ટી |
૧. તમારા મતે, સાહિત્ય સર્જન શા માટે? |
૧. જે અનુભવું અથવા જે જીવું, તેને વ્યક્ત કરવાનો આ સૌથી ઉત્તમ માર્ગ મારા માટે છે. સાહિત્ય સર્જન પાછળનો બીજો ઉદ્દેશ્ય શબ્દો થકી અમર થવાનો ખરો. |
૨. કવિતા, વાર્તા, નિબંધ, નાટક – એટલે તમારા માટે શું? |
૨. કવિતા, વાર્તા, નિબંધ કે નાટક, એ તમામ સાહિત્યનાં જ અલગ પ્રકારો છે. દરેકનું બંધારણ અને અભિવ્યક્તિ અલગ છે પરંતુ આખરે તો દરેક પ્રકાર એ સર્જકની અનુભૂતિ અને સર્જકના વિચારોને જ લોકો સુધી પહોંચાડવાનાં અલગ અલગ માધ્યમ છે. |
૩. આજના આ સમયમાં તમે કેવું સાહિત્ય સર્જવા ચાહો? |
૩. આ સમયમાં સાંપ્રત પરિસ્થિતિઓને નિરૂપે, કચડાયેલા લોકોનો અવાજ બની શકે એવું, આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાન સંબંધિત, સાહિત્ય સર્જન કરી શકું. |
૪. તમને ગમતા ગુજરાતી સર્જકો કયા? શા માટે? |
૪. ઘણા સર્જકો મનગમતા છે. કોઈ એક સર્જકનું નામ લઇ બાકીનાંને અન્યાય ન કરી શકું. |
૫. તમને ગમતા ભારતીય સર્જકો કયા વિશ્વસાહિત્યની તમને ગમતી રચનાઓ? |
૫. કવિતાની દ્રષ્ટિએ મને ગુલઝાર ખૂબ ગમે. (એમના સિવાય પણ ઘણા બીજા મારા ગમતા સર્જક છે જ). વિશ્વસાહિત્યનું મારી સૌથી વધુ ગમતું પુસ્તક, The Prophet. Khalil Gibran. |
૬. જે ભાષામાં તમે સાહિત્ય સર્જન કરો છો, એ ભાષાના પ્રશિષ્ટ સર્જકો, એમની રચનાઓ અને સાહિત્યના ઇતિહાસની કેટલી જાણકારી તમને છે? |
૬.. આ બાબતમાં હું મારી જાતને મધ્યમ વર્ગમાં મૂકી શકું. |
૭. કવિતા લખતી વખતે કોઈ આદર્શ સામે રાખો છો? |
૭. હું માનું છું કે દરેક સર્જકની એક આગવી શૈલી હોય છે પરંતુ તેના મનપસંદ સર્જકની છાંટ ક્યારેક આવી જ જતી હોય છે. જયારે હું ગીત લખું ત્યારે રમેશ પારેખ અને અછાંદસમાં ગુલઝારને આદર્શ તરીકે રાખું છું. |
૮. રચના કર્યા પછી સૌ પ્રથમ કોને તમારી રચના સંભળાવવા ઈચ્છો? શા માટે ? |
૮. મારા ઘણા કવિ તથા ભાવક મિત્રો છે, જેમને હું કવિતા લખીને મોકલતો હોઉં છું. એટલા માટે કે તેઓ કૈંક સુધારો સૂચવી શકે અને કોઈ ભૂલ હોય તો દર્શાવી શકે. |
૯. સર્જન-પ્રક્રિયાની ચર્ચા કરતાં લખાણો/વક્તવ્યોમાંથી તમને શું શું વાંચવું/સાંભળવું ગમ્યું છે? |
૯. આ બાબતે મારું વાંચન ખૂબ ઓછું છે. |
૧૦. તમારી જાતને સજ્જ કરવા શું કરો છો અથવા શું કરવા ધારો છો? |
૧૦. હું હાલમાં તો જેમ બને એમ વધુ સારું લખવાનો પ્રયાસ કરતો હોઉં છું. અને મારી જૂની રચનાઓને મઠારી રહ્યો છું. |
- અર્પણ ક્રિસ્ટી