સંભારણાં (૫): રવીન્દ્ર-સાહિત્ય વિષયે શ્રી નિરંજન ભગત સાથે પ્રશ્નોત્તરી

સંભારણાં (૫)...

 

રવીન્દ્રભવન: રવીન્દ્ર-સાહિત્ય, રવીન્દ્ર-વિચાર વિષયે

શ્રી નિરંજન ભગત સાથે પ્રશ્નોત્તરી

 

તા.૪-૧૦-૨૦૧૭, ગુજરાતી સાહિત્ય પરિષદ.

 

- રૂપલ મહેતા, અમદાવાદ.

રવીન્દ્રભવન: રવીન્દ્ર-સાહિત્ય, રવીન્દ્ર-વિચાર વિષયે શ્રી નિરંજન ભગત સાથે પ્રશ્નોત્તરી. તા.૪-૧૦-૨૦૧૭. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ.

તે બુધવારે, ગુજરાતી સાહિત્ય પરિષદના ગોવર્ધન હૉલમાં રવીન્દ્રભવનનો એક વિશિષ્ટ કાર્યક્રમ હતો. વિશિષ્ટ એટલા માટે હતો કે તેમાં કોઈ વિષય નક્કી નહતો, પણ શ્રોતાઓએ ભગતસાહેબને (રવીન્દ્રસાહિત્ય તથા રવીન્દ્રવિચાર વિશે) પોતાનાં પ્રશ્નો પૂછવાનાં હતાં. રવીન્દ્રભવનના અગાઉના કાર્યક્રમમાં આ વાતની જાહેરાત કરવામાં આવી હોવાથી ટાગોર-પ્રેમીઓ તો તેમનાં પ્રશ્નો સાથે હાજર હતા જ. જોકે હાજર રહેલાંઓને યાદ હશે કે અમે બહુ થોડાં હતાં, તેથી ભગતસાહેબે મંચ પર બેસવાનું ટાળ્યું અને અમારાં સૌની વચ્ચે ખુરશીઓનું વર્તુળ કરીને બેઠા. જાણે ગુરુ-શિષ્યોનું એક નાનકડું વૃંદ!

સામાન્ય રીતે કાર્યક્રમ વખતે માઈક, રેકોર્ડિંગ ડિવાઈસ વગેરે હાજર હોય છે, પરંતુ ભગતસાહેબ એટલી casual રીતે અમારાં સૌની વચ્ચે બેસી ગયા કે પેલી ચીજો યાદ ન આવી. રાજેન્દ્રભાઈ પટેલે કાર્યક્રમનો પરિચય આપ્યો. શ્રોતાઓના પ્રશ્નો શરૂ થાય, તે પહેલાં મને કંઈ સૂઝયું, ને મેં મારો મોબાઈલ સાહેબની જોડેના ટેબલ પર ‘વૉઈસ-રેકોર્ડ-મોડ’ પર મૂકી દીધો – આંખથી એમની સંમતિ લીધી, મળી.

આ સંભારણું, એ ‘સૂઝયું’ને આભારી છે. આ સાથે આ વાંચનારને વિનંતી કે કોઈની પાસે આવાં કોઈ સંભારણાં સચવાયાં હોય, તો આપના નામ, સ્થળ, વગેરેની વિગત સાથે પરિષદના કાર્યાલય પર અથવા soft copy ઈમેલ દ્વારા મોકલશોજી –આભાર.

 

નોંધ: આસપાસના અન્ય અવાજને બની શકે તેટલો સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમ છતાં, વધારે સ્પષ્ટતા માટે headphones અથવા earphones  ના ઉપયોગથી કાર્યક્રમ વધુ માણી શકાશે. આશા છે કે સાંભળવા સાથે ઓડિયોની સ્ક્રીપ્ટ –લખાણ પણ મદદરૂપ થશે.

 

કાર્યક્રમ:

રવીન્દ્રભવન: રવીન્દ્ર-સાહિત્ય, રવીન્દ્ર-વિચાર વિષયે

શ્રી નિરંજન ભગત સાથે પ્રશ્નોત્તરી.

સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ, તા.૪-ઓક્ટોબર-૨૦૧૭. સાંજે ૬.

 

કાર્યક્રમની લીન્ક - Link: https://youtu.be/KqDqyvvNNgM