ן સંસ્કૃત – સુભાષિત – સ્યન્દિકા ן
-વિજય પંડ્યા
ઔર ભી દુ:ખ હૈ જમાને મેં મોહબ્બત કે સિવા
સંસ્કૃત સાહિત્ય પર, વિશેષ કરીને નાટ્યસાહિત્યના સંદર્ભમાં એક આરોપ એ મૂકવામાં આવે છે કે તેમાં કેવળ રાજાઓની, રાજવીઓના અંતઃપુરની ખટપટોની, સમાજના ઉચ્ચ વર્ગના જીવનની દૈનંદિનીનું જ આલેખન થયું છે. જીવનની ગંભીર સમસ્યાઓનું કે બહાર સંઘર્ષ કરતી ઉદવેલિત ઊભરાતી માનવજાત(teeming humanity)ની વ્યથાઓનું સંસ્કૃત સાહિત્યમાં ભાગ્યે જ નિરૂપણ થવા પામ્યું છે. કીથ જેવા ઇતિહાસકારનો નાટકના સંદર્ભમાં પ્રસ્તુત થએલો આ અભિપ્રાય (એ.બી. કીથ, સંસ્કીત ડ્રામા, ૧૯૫૯, પૃ. ૯૦-૯૧) સંસ્કૃત વાડમયના અન્ય સ્વરૂપોને પણ લાગુ પાડવામાં આવે છે. પણ બીજા સ્વરૂપોની અત્યારે વાત ન કરીએ. સંસ્કૃત સુભાષિત સ્વરૂપે આ અભિપ્રાયને અયથાર્થ ઠેરવ્યો છે.
વર્ષાઋતુકાળનાં આપણે જે ચિત્રો અત્યાર સુધી જોયાં તો તે વર્ષાઋતુમાં મિલન-વિયોગનું નિરૂપણ કરનારાં હતાં. તેમાં પણ આપણે જોયું કે સામાન્ય જનોના ઉદ્દામ પ્રેમનું આલેખન થવા પામ્યું છે. જેના ઘરના છાપરા પર કોળાની વેલ પથરાએલી છે તે ઘરનો સ્વામી (૧૫ જૂન, નોળવેલની મહેક) સમાજના ઉચ્ચ સાધનસંપન્ન વર્ગનો સભ્ય નથી. પણ તેને પણ ઉદ્દામ પ્રેમનો હક છે, તે માણે પણ છે. એવું તે સુભાષિત દર્શાવે છે.
અહીંથી વધુ વાંચો...
•
લેખકનું સરનામું : વિજય પંડ્યા, ‘ઉપનિષદ’, ૧૧-એ, ન્યુ રંગસાગર સોસાયટી, સરકારી ટ્યુબવેલનો ખાંચો, બોપલ, અમદાવાદ ૩૮૦ ૦૫૮ મોબાઈલ : ૯૮૯૮૦૫૯૪૦૪
⇔