અભિપ્રાય

  •  દેવિકા ધ્રુવ, હ્યુસ્ટન.

 

આદરણીય સિતાંશુભાઈ,

હ્યુસ્ટનથી દેવિકા ધ્રુવના નમસ્તે.

૧૫મી એપ્રિલથી શરૂ થયેલ ‘નોળવેલની મહેક’ નિયમિત વાંચું છું.

આપની સ્વાગત  નોંધથી માંડીને અભિપ્રાય સુધી ઘણું નવું અને સરસ સાહિત્ય વાંચવા મળે છે. આ વખતે અર્પણ ક્રીસ્ટીનું ગીત ઘણું ગમ્યું. “હૈયાંને થઈ જાય બ્રેઈન હેમરેજ” દ્વારા વ્યક્ત થયેલ ચોટદાર સંવેદના સ્પર્શી ગઈ. હાસ્ય નિબંધ પણ ગમ્યો અને સંભારણા તો આ કપરા કાળનો ખજાનો બની રહે છે ને? એ સાથે જ ૧૯૬૬-૬૭નું કવિ શ્રી ઉમાશંકરભાઈ જોશી સાથેનું સંભારણું તાજું થયું, જે આ સાથે મોકલું છું.

‘યુવાસ્વર’વાળો અભિગમ કેટલો આવકારદાયક છે! તેનો અહીં લગભગ અભાવ વર્તાય. ૨૦ વર્ષથી અમારી ‘ ગુજરાતી સાહિત્યસરિતા’ ચાલે છે. ઘરમાં જ બેસીને નાના વર્તુળથી સાચા સાહિત્યપ્રેમીઓ થકી શરૂ થયેલ. હવે સૌ ૬૫ ઉપર પહોંચ્યા. પણ પછી હવે આગળ શું? યુવાન વર્ગ તો શૈક્ષણિક,પારિવારિક અને અર્થ ઉપાર્જનની પ્રવૃત્તિમાં સ્વાભાવિક રીતે જ વ્યસ્ત. ચિંતાનો વિષય અહીં વધારે છે. છતાં કેટલાંક સક્રિય છે તેનો આનંદ. હમણાં ગયા મહિને રાધા મહેતાને  ‘શાકુંતલ’ પર સાંભળવાની સૌને ખૂબ મઝા આવી. આપની જ વિદ્યાર્થિની ને?

આ સાથે આપની  અપેક્ષા મુજબ ‘વિષાણુ સામે વીજાણુ’ની લડત દરમ્યાન તાજેતરમાં એક રચના કરી છે, જે મોકલું છું. હ્યુસ્ટન શહેરની પરિસ્થિતિથી તો વાકેફ હશો જ.

 

ભીતર સરકતી જાઉં છું, ઊંડે ઉતરતી જાઉં છું.
ભીષણ થયાં સંજોગ જગના, આહ ભરતી જાઉં છું.

ધગધગ થતા લાવા સમી ફેલાઈને કંપાવતી,
જવાળામુખીની લ્હાય જોઈને કકળતી જાઉં છું.

આ વિશ્વને થંભાવતું, ઈન્સાનને હંફાવતું,
જંતુ ફરે,લાશો ભરે? પળપળ નિગળતી જાઉં છું.

ધીરે રહી આંખો બિડી, અંદર પડળ ખોલ્યા પછી,
ઉજાસની કિનાર જોતા, કૈંક સમજતી જાઉં છું.

ટટ્ટાર સામે વૃક્ષ ઊભું, મૌન વાણી ઉચ્ચરે,
પડઘાય વારંવાર ૐ, હળવેથી ઠરતી જાઉં છું.

વામન મટી વિરાટ થઈ, પામર મટી જે થઈ પરમ

એ શક્તિનો અણસાર પામીને ઉઘડતી જાઉં છું.

 

સૌની કુશળતાની પ્રાર્થના સાથે,

દેવિકા રાહુલ ધ્રુવના વંદન.

Devika Dhruva.
http://devikadhruva.wordpress.com

 

 

  • Vijay Pandya

नोलवेलनी महेक ६ is very rich in contents, Sitanshubhai.

In this age of Pandemics, the E-Magazine is indeed e reviving, rejuvenating herb. Your scholarship and meticulous care are palpable on every page of the magazine.

Worth-preserving the issue.

Take care, stay safe, good day.

Vijay Pandya.

 

 

 

આપના અભિપ્રાય આવકાર્ય: 

સંપર્ક: ગુજરાતી સાહિત્ય પરિષદ