સંભારણાં (૭): Meet the Author, તા.૨૦-૭-૧૯૯૭

સંભારણાં (૭)...

 

Meet the Author કાર્યક્રમ, (ત્રણ ભાગમાં)

તા.૨૦-૭-૧૯૯૭

 

- રૂપલ મહેતા, અમદાવાદ.

Meet the Author -Part 1, તા.૨૦-૭-૧૯૯૭

Meet the Author -Part 2, તા.૨૦-૭-૧૯૯૭

Meet the Author -Part 3, તા.૨૦-૭-૧૯૯૭

આ સંભારણારૂપે એક જ કાર્યક્રમને ત્રણ ભાગમાં વહેંચ્યો છે. તા.૨૦-૭-૧૯૯૭ના રોજ આ કાર્યક્રમ સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા યોજાયો હતો અને ગુજરાતી સાહિત્ય પરિષદ સહસંયોજક હતી. ‘મીટ ધ ઑથર,’ લેખક-સાથે-મિલનના કાર્યક્રમમાં નિરંજન ભગતનું મહત્ત્વપૂર્ણ વક્તવ્ય હોવાથી, ઓડિયો, વીડિયો અને સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને તેના ત્રણ ભાગ કરવામાં આવ્યા છે:– કાવ્ય સર્જનયાત્રા, સ્વમુખે કાવ્યપઠન ને વિવેચન તથા પ્રશ્નોત્તરી.

જોકે એ કાર્યક્રમમાં (૧૯૯૭માં) હું હાજર નહતી. પરંતુ આ આખાય (ડિજિટલ) કાર્યક્રમમાંથી પસાર થયા પછી મને ત્યાં પ્રત્યક્ષ હોવાનો અહેસાસ થયો –એટલું જ નહીં પણ કાર્યક્રમને અંતે પ્રકાશભાઈ (ન.શાહ) કહે છે કે કાર્યક્રમ પૂરો થયો અને આપણે સૌ કોફી તો પીશું જ, અને ખરેખર કોફીનો કપ મારે લેવો જ પડ્યો! આશા છે કે સૌને પણ તાદૃશ અનુભવ થાય.

૧૯૯૭માં ભગતસાહેબની વય હશે સિત્તેર વર્ષની? જોકે નેવું વર્ષે પણ એમના અવાજમાં જોશ હતો પણ ’૯૭ ના અવાજમાં તો શો જુસ્સો!

પહેલા ભાગમાં સ્વાગત-પ્રવચનો સાંભળીને જ તેમના મક્કમ સ્વભાવનો પરિચય મળી જાય. પણ એ તો ઉપરછલ્લો પરિચય – ખરેખર તો જ્યારે તેમના વક્તવ્ય સાથે તેમની કાવ્યસર્જનની યાત્રાની વાત માંડે, ત્યારે તેમનો ખરો પરિચય થાય –નિખાલસતા, મૃદુતા, ધીરજ અને દૃઢતા. બીજા ભાગમાં સ્વમુખે પઠન –પણ માત્ર પઠન નહીં, કાવ્ય વિષે, છંદ વિષે વગેરે વિસ્તારથી કહ્યું પણ છે –જોકે એટલું બધું નથી કહ્યું કે વાચકને આગળ રસ જ ન રહે. આપણો રસ જળવાઈ રહે અને કુતૂહલ થાય, પછી તેઓ ત્યાં આપણને છોડી દે છે! શિક્ષકોએ આ ટેકનીક અપનાવવા જેવી છે. ત્રીજા ભાગમાં શ્રોતાઓ પ્રશ્નો પૂછે છે અને કેટલાક તો ભગતસાહેબને આમથી કે તેમથી ‘પકડી’ પાડીએ –પણ શું જુસ્સો! વધારે જણાવીને મારે કોઈની મજા નથી બગાડવી.

સાહિત્યરસિકોએ સમય કાઢીને પણ આ વકતવ્યો સાંભળવા પડે....

ઉપરના પહેલા ભાગ પરથી બીજા અને ત્રીજા ભાગ પર જવાશે. તેમ છતાં અલગ અલગ વિભાગોની સીધી લીન્ક નીચે છે :

1 - https://youtu.be/gj97axL-Vks  - Meet the Author, નિરંજન ભગત, કાવ્યસર્જન યાત્રા

2 - https://youtu.be/z-wzbladtFo Meet the Author, નિરંજન ભગત, કાવ્યપઠન વિવેચન

3 - https://youtu.be/17WP0d1iK6I  Meet the Author, નિરંજન ભગત, શ્રોતાઓ સાથે પ્રશ્નોત્તરી

 

- રૂપલ મહેતા.

૩૧ ઓગસ્ટ ૨૦૨૦.