અભિપ્રાય

રસીલા કડીઆ, અમદાવાદ

તંત્રશ્રી, નોળવેલ

આજે પ્રતિભાવ આપવાનુ મન થાય છે. પરિષદની અગાસીની ઉજાણી લોકડાઉને કરીને બંધ થઈ. વિકલ્પે આ ઓનલાઈન સંપર્કસેતુ  બાંધતું તમારું  સામયિક. પહેલું તો આ નામ ખૂબ ગમ્યું. લોકડાઉનમાં બધા સોશિયલ મીડિયા અતિસક્રિય બની ગયા.જરૂર પણ હતી. સર્જનનો ફુગાવો થતો ગયો-કલાના હરક્ષેત્રે.  આવે વખતે થોડું  ચૂંટેલું , વિવિધતા સભર વાંચવા મળે તો કેવું સારું? પ્રિન્ટ મીડિયા બંધ .વાંચ્યા વિના રહેવાય નહિ . ઓનલાઈન વાંચતા ફાવે નહી. કોઈ શીખવનાર નહિ.  પ્રયત્ન કર્યા કર્યો. ઝૂમ કરીને જોતા વંચાય અને નબળી આંખોને  જલસા પડે પણ મોબાઈલનો નાનો સ્ક્રીન ભરાય જાય.બગડેલુ કોમ્પ્યુટર રિપેર કરાવ્યું . પણ હજુ બરાબર ફાવતું નથી. પણ નોળવેલે  નેડો લગાડ્યો, સંજીવની મળ્યાની અનુભૂતિ. થોડું  કૃતિઓ વોટ્સએપમાં આવે છે, તેવી નહિ પણ સંતપર્ક હોય તેવી- વાંચવી છે. અને.... નહોતું ફાવતું તોયે પ્રયત્ન કરી ફવરાવવાનું શરૂ થયું અને....

મઝા આવી, સિતાંશુભાઈની કલમ તો કશીક અવનવી સામગ્રી આપે જ.  અને પ્રિય નિરંજનભાઈને સાંભળવાની ઓર મઝા. કોલેજમાં ગૌણ વિષય, સંસ્કૃતને રાખેલો.

અનેક કૃતિઓનો મનહર-મનભર અભ્યાસ કરાવનાર ગુરુજનોનો આસ્વાદ ભુલાયો  તો નહતો અને અનેકવાર વિચારેલું છતાં એ બધું પાછું વાંચવા કટિબધ્ધ થવાયું હતું નહીં. અહી શ્રી વિજય પંડ્યાએ તૃપ્ત કરી દીધી. આ છેલ્લા અંકમાંનો  દરિદ્વતા વર્ણવતો શ્લોક વાંચી થયુ-' ઓહો! આવું પણ વર્ણન !!'  વિસ્મય અને આનંદની અનુભૂતિ.

જ્યોતિભાઈની ફોટોગ્રાફી  અને સાથેના લખાણે આ લોકડાઉને ઘર ખુણે  છતાં હઠીસિંગ વીઝયુઅલ  સેન્ટર  તથા  કનોરિયા અને અમદાવાદની ગુફામાંની નિયમિત મુલાકાતોની ખોટ સરભર કરી દીધી.

અને કરવા જેવું કામ તો તમે યુવાસ્વરને સ્થાન આપી કર્યું .  સાચે જ, જેના પરથી આશા જ ગુમાવી દીધેલી, ખાસ તો મારા શાળાકીય કારકિર્દીના છેલ્લા  વર્ષોમાં - તે આ વાંચીને ફરી ઉગી. વિવેચન,પુસ્તક પરિચય,ગઝલ, લઘુકથા,ગીત વગેરેનું વાંચન  આ યુવાપેઢી પર આશાના મિનારા બાંધવા લાગ્યુ.

ધન્યવાદ, આભાર

-રસીલા કડીઆ

અમદાવાદ

 

 

 

 

આપના અભિપ્રાય આવકાર્ય: 

સંપર્ક: ગુજરાતી સાહિત્ય પરિષદ