નોળવેલ: પ્રજારામ રાવળ

નોળવેલ

- પ્રજારામ રાવળ

પ્રજારામ રાવળ
પ્રજારામ રાવળ

નોળવેલ

- પ્રજારામ રાવળ

 

તું તો મારી અમૃતમય કૈં વલ્લિ છે નોળવેલ,
છુપાયેલી મુજ હૃદયની ગુપ્ત ઊંડી ગુહામાં,
ના, ના, તારી સમય વધતાં શક્તિ કૈં ક્ષીણ થાય :
નિત્યે તાજી; દિવસે દિવસે વધતી શક્તિ, ન્યારી !

આહીં મારે સતત લડવો કુદ્ધ સંસારસર્પ :
કેવી એની તરલ ગતિ, કેવો વળી ઉગ્ર દર્પ !
એની આંખો ચપલ ચૂકવાયે ન; ડોલે ફણા શી !
ડંખાઈને પુનરપિ પુનઃ સૂંઘવી નોળવેલ !

જેણે સર્જ્યો પ્રબળ, લડવા ઘોર સંસારસર્પ;
તેણે સર્જી અમૃતમય આ અંતરે નોળવેલ !
ડંખાઈને પુનરપિ પુનઃ, સૂંધીને નોળવેલ,
પાછું યુદ્ધે સતત મચવું; જીતવું ના જ સહેલ !

ઢીલી થાતી સરપ તણી આ શક્તિ, એ ના અખૂટ !
પૂરી થાશે લડત હમણાં; –પીઉં પીયૂશઘૂંટ

 

(યાદગાર કાવ્યો)