ભારતીય કથાવિશ્વ 

ભારતીય કથાવિશ્વ – શિરીષ પંચાલ. 

 

તાટકાની કથા

વિશ્વામિત્ર ૠષિની સાથે રામ લક્ષ્મણ એક પછી એક સ્થળેથી પસાર થઈ રહ્યા છે. રસ્તામાં આવતા નદીસરોવર પર્વતનગર વિશે રામ જિજ્ઞાસાવશ વિશ્વામિત્ર ૠષિને પૂછી રહ્યા છે અને ૠષિ પણ બંને રાજકુમારોને માહિતી આપતા જાય છે. રામની જિજ્ઞાસાવૃત્તિ પ્રબળ છે, ઘોર અવાજ સંભળાય તો પૂછશે કે આ અવાજ શાનો છે, એટલે વિશ્વામિત્ર કહે છે, માનસરોવરમાંથી નીકળેલી સરયૂ નદી ગંગાને મળે ત્યારે ઘોર અવાજ થાય છે તે આ અવાજ છે.

 

વધુ વાંચો…