સ્વાગતનોંધ

સ્વાગત. પરિષદની, બલ્કે પરિષદ રૂપી ‘નોળવેલની મહેક’-માં, સ્વાતંત્ર્ય દિને, સહુનું સ્વાગત.

 

– સિતાંશુ યશશ્ચન્દ્ર

 

 

સ્વાગત. પરિષદની, બલ્કે પરિષદ રૂપી ‘નોળવેલની મહેક’-માં, સ્વાતંત્ર્ય દિને, સહુનું સ્વાગત.

ઝેરીલા સાપ તો હોવાના, નોળિયા પણ હોવાના, નોળવેલ પણ. સત્તાખોરીના સાપો સામે અણનમ લડત, પ્રજાની અને અદના માણસની, અટકવાની નથી. એ લડત જેટલી સામુદાયિક છે એટલી જ વ્યક્તિની અંગત લગની અને માણસાઈની પાયાની જરૂરિયાતમાંથી આવે છે. એ લડતનું નામ ‘સ્વાતંત્ર્ય’. અપરનામ ‘સાહિત્ય’. એક વિશેષ નામ ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’, ગોવર્ધનરામ અને ગાંધીની પરિષદ.

આપણી ગુજરાતી સાહિત્ય પરિષદ જ નહીં, સાહિત્ય અને કલાની સર્વ સંસ્થાઓ વિવિધ પ્રકારની સત્તાખોરીની સામે ચાલતી આવી લડતનું સરનામું બની રહે (ન કે પોતાના પ્રેમમાં પડી ગયેલાં કઠપુતળાંઓનું રહેઠાણ), એ જ આ સ્વાતંત્ર્ય દિને સહુને શુભેચ્છા.

 

 

‘સાહિત્યકાર’, ‘લેખક’ એટલે કોણ, એનો અંદાજ મેળવવા માટે ‘લેખક’ એટલે શું, એ સવાલનો સામનો કરવો પડે. લેખક એટલે વરણાગિયાં લખાણો લખ્યા કરે, છપાવ્યા કે કાસ્ટ કર્યા કરે, પુસ્તકો છપાવ્યા કરે, અને પોતાના પ્રેમમાં, ઊંડે ને ઊંડે, પડ્યા જ કરે, એ? કે પોતાની અને આસપાસના સહુની સ્વતંત્રતા, ગરિમા, સર્જકતા માટે ખેવના રાખનાર, સક્રિય ખેવના રાખનાર, એ વિશે નિરંતર વિચાર-મંથન કરનાર, જરૂર પડ્યે જાતની પરવા કર્યા વિના (ક્યારેક જેલવાસનાં યે) જોખમ ખેડનાર નિસ્વાર્થ  શબ્દ-સેવી?

સાહિત્ય અને સર્જકતા તો માણસાઈની પેલી પાયાની જરૂરિયાતમાંથી, વ્યક્તિ અને પ્રજાના સ્વાતંત્ર્ય માટેની  ઊંડી લગનીમાંથી અને એ વિશેની એની સમજણમાંથી નીપજે છે, ન કે સત્તાખોરોની અને એમનાં રમકડાંની પ્રસિધ્ધિ અને સાધનો માટેની લાલસામાંથી.

 

આપણી પરિષદના ઉત્તમોત્તમ આગેવનોમાં ગોવર્ધનરામ અને ગાંધી અનાયાસ યાદ આવે. ગાંધીનો શબ્દ સાથેનો સમ્બન્ધ, 2020ના સ્વાતંત્ર્ય દિવસે યાદ કરીએ, સમજવાનો યત્ન કરીએ. ગાંધીને નામે નથી એકે કવિતા, વાર્તા, નાટક. જીવનની લગોલગ રહેતો, જીવનના સ્વતંત્ર પ્રફુલ્લન માટે, એની આઝાદીની સક્રિય ખેવના કરતો શબ્દ, એ જ ગાંધીનું ‘સાહિત્ય’. ‘સાહિત્ય પરિષદ’-માં જો એ ન રહ્યું, કોઈ પણ સાહિત્ય અને અન્ય કલાઓની સંસ્થામાં, તો પછી એ સંસ્થા શણગારેલા શબથી વિશેષ શું?

15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય-પર્વે પરિષદના આ યુવા મંચ ઉપર આપણે સહુ એકઠા થય છીએ, ત્યારે આ અને આવા સવાલોનો અવસર આવ્યો છે. સાહિત્ય અને કલાની કોઈ પણ સંસ્થા કોઈ પણ સત્તાખોરોના હાથમાં ન પડે, પડી હોય તો એઓ સામેની અને સ્વાતંત્ર્ય, સર્જકતા અને માણસાઈ માટેની લડત ‘માથા સાટે’ લડવાનું કૌવત જેઓમાં હોય, એમનું સમરાંગણ બને, એ શુભેચ્છા.

 

આ સ્વાતંત્ર્ય પર્વે આપણે એક અનુવાદ પર્વનો આરંભ કરીએ. આ સાથે એક કાવ્યો મૂક્યું છે. વાંચી, સમજી, માણી એમના ગુજરાતી અનુવાદો કરવાનું (અને એ કવિ વિશે, એ કાવ્યના સંદર્ભ વિશે બે એક પાનાંમાં લખવાનું) નિમંત્રણ આ ‘નોળવેલની મહેક’ માણનાર સહુ કોઈને છે, વિશેષે યુવા સર્જકો-ભાવકોને, પણ વયજૂથ નિરપેક્ષપણે સહુને….

Caged Bird

-by  MAYA ANGELOU

 

A free bird leaps

on the back of the wind

and floats downstream

till the current ends

and dips his wing

in the orange sun rays

and dares to claim the sky.

 

But a bird that stalks

down his narrow cage

can seldom see through

his bars of rage

his wings are clipped and

his feet are tied

so he opens his throat to sing.

 

The caged bird sings

with a fearful trill

of things unknown

but longed for still

and his tune is heard

on the distant hill

for the caged bird

sings of freedom.

 

The free bird thinks of another breeze

and the trade winds soft through the sighing trees

and the fat worms waiting on a dawn bright lawn

and he names the sky his own

But a caged bird stands on the grave of dreams

his shadow shouts on a nightmare scream

his wings are clipped and his feet are tied

so he opens his throat to sing.

 

The caged bird sings

with a fearful trill

of things unknown

but longed for still

and his tune is heard

on the distant hill

for the caged bird

sings of freedom.

 

‘વિષાણુ’ સામે ‘વીજાણુ’-ની આ લડતમાં બને તેટલી વધારે છાપામાર લડતો લડવી છે, સતત. આપ સહુ જોડાઓ. ગ્લોબલ ગુજરાત આમાં સત્વર સામેલ થાય, એ ઈજન. ગુજરાતભરનાં, બલ્કે ભારતભરનાં ભાવકો-સર્જકોનું આ સ્વગૃહ છે. યુવા ગુજરાતી લેખકો, વિશ્વભરમાંથી, પોતાની નવી, મૌલિક કૃતિઓ (દરેક યુવા લેખક કુલ સાત પાનાંની મર્યાદામાં) યુનિકોડ ગુજરાતી ફોન્ટમાં ટાઈપ કરી આ ઈમેઇલ સરનામે મોકલેઃ

સિતાંશુ યશશ્ચન્દ્ર : [email protected].

સેજલ શાહ : [email protected]

સમીર ભટ્ટ : [email protected]

સહાયક ટીમનો આભાર: 

સેજલ શાહ

સમીર ભટ્ટ

વસંત જોશી

પીયૂષ ઠક્કર

રૂપલ મહેતા

અનુક્રમ: 

નોળવેલની મહેકઃ ૧૫ ઓગસ્ટ ૨૦૨૦

સ્વાગત. પરિષદની, બલ્કે પરિષદ રૂપી ‘નોળવેલની મહેક’-માં, સ્વાતંત્ર્ય દિને, સહુનું સ્વાગત. – સિતાંશુ યશશ્ચન્દ્ર સ્વાગત. પરિષદની, બલ્કે પરિષદ રૂપી ‘નોળવેલની ...
યુવાસ્વર: અનુક્રમ  યુવા-સર્જન: યુવા-કાવ્ય, યુવા-સંવાદ પ્રકાર કૃતિ સર્જક સંપર્ક કાવ્ય 1.સ્વતંત્રતા? પાયલ ધોળકિયા [email protected] 2. ક્લિન બોલ્ડ નિલેશ ગોહિલ [email protected] ...
મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો - જ્યોતિ ભટ્ટ પ્રસંગ ૯    Bhavnagar, 1968 1968માં મેં 35mm કેમેરા, તે પણ ત્રણ લેન્સીસ ...
ן સંસ્કૃત – સુભાષિત – સ્યન્દિકા  ן -વિજય પંડ્યા શરદનાં શુદ્ધ કવિતાવારિ ગોરંભાએલાં વાદળોનો ગડગડાટ, સૂસવતા પવનો, ચમકતી વીજળીઓના કડાકા, ...
સંભારણાં (૬)... રવીન્દ્ર મહોત્સવ (આંશિક) તા.૨-૫-૨૦૧૨ થી તા.૭-૫-૨૦૧૨, ગુજરાતી સાહિત્ય પરિષદ. - રૂપલ મહેતા, અમદાવાદ. રવીન્દ્ર મહોત્સવ (આંશિક) -તા.૨-૫-૨૦૧૨ થી તા.૭-૫-૨૦૧૨, ...
નોળવેલની મહેક વિષે અભિપ્રાય:  • રસીલા કડીઆ, અમદાવાદ તંત્રશ્રી, નોળવેલ આજે પ્રતિભાવ આપવાનુ મન થાય છે. પરિષદની અગાસીની ઉજાણી લોકડાઉને કરીને બંધ ...

 

સાભાર: સંદર્ભ-ફોટાનો ઉપયોગ અવતરણ મર્યાદિત. કોપીરાઈટ યથાતથ.