યુવાસ્વર:
આપઓળખની મથામણઃ યુવા સ્વરોનું એક સેલ્ફ ઑડિટ.
-પરિકલ્પનાઃ પ્રા. સમીર ભટ્ટ અને પ્રા. સેજલ શાહ.
સવાલો | જવાબો: ધ્રુવ મહેતા |
૧. તમારા મતે, સાહિત્ય સર્જન શા માટે? |
૧. શાસ્ત્રોની ગૂઢ વાતો ને સમાજની છેલ્લી વ્યક્તિ સુધી સચોટ રીતે પહોંચાડવા માટે સાહિત્ય સર્જન જરૂરી છે. |
૨. કવિતા, વાર્તા, નિબંધ, નાટક – એટલે તમારા માટે શું? |
૨. મારા મત મુજબ કવિતા એટલે એવા વિજ્ઞાનનું સર્જન કે જેના વડે આપડો તાર પરમ અસ્તિત્વ સાથે જોડાયેલો રહે. વાસ્તવિકતાને શબ્દોમાં મઠારીને સમાજ સમક્ષ લાવવી. |
૩. આજના આ સમયમાં તમે કેવું સાહિત્ય સર્જવા ચાહો? |
૩. આ સમયમાં, ગઝલ, લઘુકથા, સાહસકથા તેમજ કોઇ પદાર્થની આત્મકથા કવિતા રૂપે લખવાનો નવો પ્રયાસ કર્યેા હતો. |
૪. તમને ગમતા ગુજરાતી સર્જકો કયા? શા માટે? |
૪. ગુજરાતના તમામ સર્જકોમાંથી ખૂબ શીખવા મળે છે. એમાં પણ “ધૂમકેતુ” માંથી એક વાત જાણવા મળી છે. વાર્તામાં માત્ર બે પાત્ર રાખીને પણ વાચકોને જકડી રખાય છે. |
૫. તમને ગમતા ભારતીય સર્જકો કયા વિશ્વસાહિત્યની તમને ગમતી રચનાઓ? |
૫. ભારતીય સર્જક વિક્રમ શેઠ. |
૬. જે ભાષામાં તમે સાહિત્ય સર્જન કરો છો, એ ભાષાના પ્રશિષ્ટ સર્જકો, એમની રચનાઓ અને સાહિત્યના ઇતિહાસની કેટલી જાણકારી તમને છે? |
૬. આ ઉંમર મુજબ જોઇએ તો ગુજરાતી સાહિત્યની ઘણી નજીક છું પણ આપણું સાહિત્ય તો સમુદ્ર કરતાં પણ વિશાળ છે માટે ઊંડાણ માં જવા માટે પૂરા પ્રયત્નો કરીશ. |
૭. કવિતા લખતી વખતે કોઈ આદર્શ સામે રાખો છો? |
૭. મારા આદર્શ તરીકે વાસ્તવિકતા ને સામે રાખું છું. |
૮. રચના કર્યા પછી સૌ પ્રથમ કોને તમારી રચના સંભળાવવા ઈચ્છો? શા માટે ? |
૮. લખ્યા પછી હું સૌ પ્રથમ જે લખ્યું એ હું જ વાચું એ માટે કે જે ભાવ પ્રગટ કર્યેા છે એ વાંચક સમજી શકશે આ વાત ની ખાતરી થયા બાદ અનુભવી સર્જકો ને મોકલું સલાહ સૂચન અંગે. |
૯. સર્જન-પ્રક્રિયાની ચર્ચા કરતાં લખાણો/વક્તવ્યોમાંથી તમને શું શું વાંચવું/સાંભળવું ગમ્યું છે? |
૯. કવિતાઓ અને ગઝલો વધારે પસંદ રહી છે. |
૧૦. તમારી જાતને સજ્જ કરવા શું કરો છો અથવા શું કરવા ધારો છો? |
૧૦. હું ડોકટર નો અભ્યાસ કરું છું માટે સમાજ સેવા એ મારો ધર્મ છે અને ગુજરાતીના નાતે સાહિત્ય સર્જન મારું કર્મ છે. પંચ મહાભૂતની સેવા દ્વારા જાત સજ્જ થઇ શકે છે. |
- ધ્રુવ મહેતા