યુવાસ્વર:
આપઓળખની મથામણઃ યુવા સ્વરોનું એક સેલ્ફ ઑડિટ.
-પરિકલ્પનાઃ પ્રા. સમીર ભટ્ટ અને પ્રા. સેજલ શાહ.
સવાલો | જવાબો: શ્યામ શુક્લ, જૂનાગઢ |
૧. તમારા મતે, સાહિત્ય સર્જન શા માટે? |
૧. ચાર્લ્સ લેમ્બ નામના લેખક આને 'books and no books' કહીને સમજાવતા. આ બન્ને વ્યાખ્યાનો આધુનિક સમયમાં સમન્વય કરી શકાય. સાહિત્યનું કામ માહિતીથી લઈને ચમત્કૃતિ સુધીનું છે. સાહિત્ય 'જાણકારીના આનંદને અજાણ્યા પરમાનંદ સુધી લઈ જઈ શકે. મૂળભૂત રીતે સાહિત્યનું કામ આનંદ આપવું છે, જે આનંદ એક છીછરો આનંદ ન રહે, એક didactic દિશાસૂચન પણ કરતો જાય. કેરળમાં બનેલી હમણાંની દુઃખદ ઘટના, સાક્ષરતા સાથે સાહિત્યિક સંવેદનાનો અભાવ જ સૂચવે છે. સાહિત્ય એક સમાજને જડ બનાવતા અટકાવે છે. |
૨. કવિતા, વાર્તા, નિબંધ, નાટક – એટલે તમારા માટે શું? |
૨. આ પ્રશ્નો સાહિત્યના સ્વરૂપો વિશે છે, મતલબ કે forms વિશે છે. આપણે એક પછી એક સમજવું જરૂરી છે. આમ તો આ બધા સ્વરૂપોને ઘણા સારા કવિઓને લેખકોએ વ્યાખ્યાયિત કર્યા જ છે. કવિતા એટલે અચાનક અંતરે ઉઠેલા ભાવની કાવ્યાત્મક પ્રસ્તુતિ. |
૩. આજના આ સમયમાં તમે કેવું સાહિત્ય સર્જવા ચાહો? |
૩. આ પ્રશ્ન સમજવા માટે મારા મતે Hippolyte Taine ની Race, Milieu and Moment ની થિયરી સમજવી રહે. કોઈ પણ સર્જક પોતાના વારસામાં મળેલી માનસિકતા(race), પોતાની આસપાસના વાતાવરણ (milieu) અને નજીકના ભૂતકાળ અને વર્તમાનથી પરે નથી થઈ શકતો (moment). |
૪. તમને ગમતા ગુજરાતી સર્જકો કયા? શા માટે? |
૪. ગુજરાતીમાં એક સર્જકને તારાવવા અઘરા છે. પણ હા, હરકિસન મહેતા મને ગમતા લેખક છે. તેમની ભાષાની લ્યુસીડીટી અને વાત મુકવાની આવડત અજોડ છે. |
૫. તમને ગમતા ભારતીય સર્જકો કયા વિશ્વસાહિત્યની તમને ગમતી રચનાઓ? |
૫. ભારતીય સર્જક: R. K. Narayan. વિશ્વ સાહિત્યની ગમતી રચના: The Tempest. W. Shakespeare. |
૬. જે ભાષામાં તમે સાહિત્ય સર્જન કરો છો, એ ભાષાના પ્રશિષ્ટ સર્જકો, એમની રચનાઓ અને સાહિત્યના ઇતિહાસની કેટલી જાણકારી તમને છે? |
૬. વાંચન લગભગ બધાનું છે. જાણકારી ગણી શકાય. ઘણી બાબતો સમજવાની ક્ષમતા આવી છે કે નહીં એ કેવું થોડું ઉતાવળિયું... |
૭. કવિતા લખતી વખતે કોઈ આદર્શ સામે રાખો છો? |
૭. આ જવાબમાં અહમ નથી. પરંતુ એવો આદર્શ સામે રાખીને લખવાનું હજી સુધી નથી થયું. હા, ગમતા ઘણા કવિઓની છાપ મારા માનસપટ પર ચોક્ક્સ હશે, જે મારી કવિતા વાંચનારને સામે છતી થઈ જતી હશે. |
૮. રચના કર્યા પછી સૌ પ્રથમ કોને તમારી રચના સંભળાવવા ઈચ્છો? શા માટે ? |
૮. મારા કાવ્યસર્જનમાં પ્રોત્સાહિત કરનાર સંજુ વાળા, હિમલભાઈ પંડ્યા કે એક મિત્ર છે ગૌતમ જાની...કોઈ પણ કાવ્ય લખ્યા પછી કાવ્ય એમને સંભળાવું છું. જો કે હમણાંથી એક નવો ઝોન પણ ખુલ્યો છે એમાં મને કાવ્યને મમળાવવું ગમે છે. હમણાંથી કાવ્યો સંભળાવવાં કરતાં કાવ્યસર્જન પછી જોવા ગમે છે. |
૯. સર્જન-પ્રક્રિયાની ચર્ચા કરતાં લખાણો/વક્તવ્યોમાંથી તમને શું શું વાંચવું/સાંભળવું ગમ્યું છે? |
૯. મારા મતે તમારી સાહિત્ય સમજ તમારી સોબત ને આદત પર નિર્ભર કરે છે. હું ભાગ્યશાળી છું કે એક બૌદ્ધિકવર્ગની સતત સાથે રહેવાનું થાય છે. વાંચવામાં આવેલું ચર્ચાના સ્વરૂપમાં ક્યાંક કહી શકાય છે અને ન વાંચેલું અન્ય દ્વારા મારા સુધી પહોચતું રહે છે. આમ આજ રીતે ધીમી પણ મક્કમ ગતિએ સાહિત્યના સંપર્કમાં રહેવાય અને ક્યારેક કોઈ આકાશ ખુલે, જ્યાં ઉપનિષદમાં જેમ કે છે એમ...એવું કંઈક સમજાય, જે એકને સમજવા માત્રથી અન્ય બધું સમજાય કે સમજવું વ્યર્થ થઈ જાય. |
૧૦. તમારી જાતને સજ્જ કરવા શું કરો છો અથવા શું કરવા ધારો છો? |
૧૦. આપના લગભગ બધા પ્રશ્નોના ઉત્તર મારી સહજ સમજ પ્રમાણે આપ્યા છે. આપની અપેક્ષામાં ખરો ઊતરું કે નહીં એ ખ્યાલ નથી પરંતુ મારી સમજણને વફાદાર રહીને લખ્યું છે. |
- શ્યામ શુક્લ, જૂનાગઢ