પરિષદની અનોખી અગાસીની આજની કાવ્યસભામાં . . .
ચાર હાઈકુ
વિષય - લૉક ડાઉન
- ગુરુદેવ પ્રજાપતિ 'ફોરમ', વડોદરા
ભટક્યા કરે
માનવતા,સડક
ચોધાર રુએ.
*
હાથમાં બાળ
પેટ બે ટંક ભૂખ્યું
સડક દાઝે.
*
ઘર દેખાતું
નજીક,રસ્તાઓ
કદ વધારે.
*
ડામર રસ્તે
ભટકતું જીવન
વતનપ્રેમ.
*
@ગુરુદેવ પ્રજાપતિ 'ફોરમ'
રામજી મંદિર ની બાજુમા,
જુના બજાર-કરજણ.
જિ.વડોદરા -૩૯૧૨૪૦
મો-૯૪૨૬૭૭૯૫૯૩
⇔