ભારતીય કથાવિશ્વ
– શિરીષ પંચાલ
ધૌમ્ય ઋષિ અને તેમના ત્રણ શિષ્યોની કથા
એક સમયે ધૌમ્ય નામના ઋષિ થઈ ગયા. તેમના ત્રણ શિષ્યો: ઉપમન્યુ, આરુણિ અને વેદ. તેમણે પાંચાલ દેશના શિષ્ય આરુણિને
આજ્ઞા કરી, ખેતરમાં જઈ ક્યારીઓના પાળા બાંધી દે. ઉપાધ્યાયની આજ્ઞા થઈ એટલે પાંચાલ દેશનો આરુણિ ત્યાં ગયો પરંતુ
ક્યારીઓના બંધ બાંધી શક્યો નહીં; અતિ પરિશ્રમ કર્યા પછી તેને એક ઉપાય સૂઝયો, અને તે ક્યારીમાં આડો સૂઈ ગયો. સૂઈ
જવાને કારણે તે પાણી પણ રોકાઈ ગયું, ત્યાર પછી ધૌમ્ય ઋષિએ શિષ્યોને પૂછ્યું, 'પાંચાલ દેશનો આરુણિ ક્યાં જતો રહ્યો છે?'
વધુ વાંચો…