યુવાસ્વર: સર્જન-સંશોધન

સંશોધન - સંસ્કૃતિ અને વિકાસ:

માછલીની મથામણ અને આદિવાસી જાતિની આપદા

(કલ્ચરલ એન્થ્રોપોલોજી. સાંસ્કૃતિક વંશવિજ્ઞાન)

 

- ઈશાન શાહ, યુ.એસ.એ.

 

રજૂઆત જોવા સ્લાઈડના ક્રમ પર આગળ વધવું. સ્ક્રીન-સાઈઝ મોટી કરી શકાશે.

 

રજૂઆત  જોવા સ્લાઈડના ક્રમ પર આગળ વધવું. બટન (ઉપર) ક્લીક કરવાથી સ્ક્રીન-સાઈઝ મોટી થશે.

ઈશાન શાહ 

ડાયાસ્પોરાનું ગુજરાતઃ ગુજરાતી ભાષા અને અમેરિકી આદિવાસી સંસ્કૃતિનો અભ્યાસુ એક અનોખો કિશોર.

 

ઈશાન શાહ લોસ એન્જલસ્, અમેરિકામાં રહેતો એક તરુણ અને જિજ્ઞાસુ લેખક છે. ઈશાનનો જન્મ ૨૦૦૩ માં શિકાગોમાં થયો, માતા સેજલબેન અને પિતા વિપુલભાઈ શાહ બંને મૂળ સુરતના અને ગુજરાતી ભાષાના ચાહક રહ્યાં છે. ઈશાન ૧૧માં ધોરણમાં, લોસ એન્જલ્સના અગોરા હિલ્સ પરગણાંની હાઈસ્કૂલમા ભણે છે. ઈશાનનું દ્રઢ મંતવ્ય છે કે ભાષા અને સંસ્કૃતિ એકબીજા સાથે ગાઢ રીતે વણાયેલાં છે.  એ સ્કૂલની વિદ્યાર્થી પરિષદમાં ભાષાની જાગૃતિ માટે કાર્યરત છે અને ભાષાને લગતી પ્રવૃત્તિ ચલાવે છે. ઈશાન અંગ્રેજી અને ગુજરાતી ભાષા સાથે મોટો થયો છે અને ફ્રેન્ચભાષા પણ સારી રીતે જાણે છે અને અંગ્રેજીમાં કવિતા અને લેખ લખે છે.

ભાષા ઉપરાંત ઈશાન એક અચ્છો ચિત્રકાર છે. રાષ્ટ્રીય કક્ષાના રંગભૂમિ  પ્રોગ્રામનો એ એક સભ્ય છે અને એની શાળાની રંગભૂમિમાં અભિનય અને રંગમંચના સર્જન-બનાવટ માં કાર્યરત છે.

 

એના પોતાના શબ્દોમાં, "  મને નાનપણમાં શાળામાં શીખવાતું કે અંગ્રેજી સિવાયની ઈતર ભાષા ગૂંચવાડો ઉભો કરે અને માટે અંગ્રેજી જ બોલવું. એટલે છેલ્લા થોડા વર્ષો પહેલાં મને ગુજરાતી બોલવાનાં પણ ફાંફા પડતા હતા. અમેરિકામાં લોકોને અંગ્રેજી સિવાયની ભાષા માટે અણગમો રહેતો હોય છે અને નાનાં બાળકોએ અંગ્રેજી જ બોલવું એવો શાળામાં આગ્રહ રખાતો હોય છે. હું નાનપણથી મારી માતૃભૂમિ ભારતનો ઇતિહાસ, સંસ્કૃતિ અને ધર્મ સારી રીતે જાણતો હતો પણ પોતાની ગુજરાતી ભાષાથી પૂરતો પરિચિત નહતો. આજુબાજુ ની દુનિયા અમેરિકા અને અંગ્રેજી, એમાં મારી પોતાની દેશી ઓળખ અને મારા અમેરિકન જીવન બેની વચ્ચે ઝોલા ખાતો હતો. મને લાગ્યું કે મારી માતૃભષા તો મને બરાબર આવડવી જ જોઈએ. "

એકાદ વર્ષ પહેલા, ઈશાને જાતે જ પ્રયત્ન કરીને ગુજરાતી શીખવાનું ચાલુ કર્યું. મમ્મી, પપ્પા અને નાનીમાની મદદથી હવે ગુજરાતી લખવા, વાંચતા શીખ્યો છે અને એના જીવનની બે જુદી સાંસ્કૃતિક દુનિયાને ભાષાના માધ્યમથી નજીક લાવી રહ્યો છે.

 

નાનપણથી ઈશાનને  અમેરિકાની નેટિવ આદિજાતિના લોકો અને સંસ્કૃતિ પ્રત્યે ઊંડું આકર્ષણ રહેતું. અમેરિકામાં એ લોકોની  "રેડ ઇન્ડિયન " અથવા " ઇન્ડિયન " તરીકેની ખોટી અને અસંવેદનશીલ ઓળખ અંગે, તેમજ આદિજાતિની ભાષા, ઇતિહાસ વિશેની અસમજ માટે ઈશાનના હૃદયમાં દુઃખ રહેતું. નાનપણથી એણે આદિજાતિ, "નેટિવ અમેરિકન" લોકોની વિવિધતાનો અભ્યાસ કર્યો, જેના ફળરૂપે એની સમજ દ્રઢ થઈ કે આ આદિજાતિની સંસ્કૃતિ, ભાષા અને જીવન વિશેની પોતીકી સમજણ ઘણી ઊંડી છે.  છેલ્લાં કેટલાંયે વર્ષોથી આ કિશોર આદિજાતિના ઘણા બધા લોકોને  નજીકથી મળીને પોતાની સમજને કેળવી રહ્યો છે.

 

અમેરિકાની ગોરી પ્રજાએ આદિજાતિ, કે જે હજારો વર્ષથી અમેરિકામાં રહેતી હતી, એની ભાષા અને સંસ્કૃતિને કચડી નાખી છે. મૂળ પ્રજાની સ્થિતિ ઘણી દુઃખદ છે. નેટિવ અમેરિકન આદિજાતિ નીડરતા અને બહાદુરીથી પોતાની ઓળખ ટકાવી રાખવાના પ્રયત્નો કરે છે.  એ પોતાનો  કોલેજનો અભ્યાસ લિંગ્વિસ્ટિક્સમાં કરવા માંગે છે અને આશા રાખે છે કે એક દિવસ એ આદિજાતિની ભાષા અને સંસ્કૃતિના પુનરુત્થાન માટે પોતાની કારર્કિદી સમર્પિત કરી શકે. સાહિત્ય,ચર્ચા, લખાણ, પ્રવચન, ચિત્રકામ, કે પછી કોઈ પણ બીજી પ્રવૃત્તિ થકી, વિશ્વની ભાષા અને સંસ્કૃતિની સાચવણી ઇશાનનો રસનો વિષય રહ્યો છે અને એને માટે પ્રયત્નશીલ છે.