યુવાસ્વર: સર્જન-લઘુકથા

૯.

લઘુકથા

- યોગિની ચાવડા

 

 

યામી....મારો ફોન વાગે છે જો ને..."

કંગારુંઓ માં આખા ટોળા વચ્ચે એકજ  આલ્ફા કંગારું હોઈ છે જે દરેક માદા પર આધિપત્ય ધરાવે છે ( નેશનલ જિયોગ્રાફી ઉવાચઃ)

 

'યામી....બંધ કરને યાર તારું પ્રાણીજગત થોડીવાર અને મને મારો ફોન આપ..ઇટ કેન બી સમથિંગ ઈમ્પોર્ટન્ટ"

"એ...હા...આપું છું. કપાઈ ગયો. કોઈ પુરબાશા નો હતો.લે."

"માત્ર આપ એમ જ કહેલું વ્યોમકેશ બક્ષી"

"ના ના...એ તો એમ જ નજર પડી ગઈ...પણ આ પેલી જ ને ધ રોક સ્ટાર!હમણાં થોડા દિવસ પહેલાં તેનો ઇન્સ્ટાગ્રામ પર પણ મેસેજ આવેલો.કપડા કયાં આપું?"

 

જૂથની તમામ માદા કંગારું સાથે સંવનન માત્ર આલ્ફા કંગારું જ કરી શકે. બાકી બધાંજ નર માત્ર સેવા કરે. (નેશનલ જિયોગ્રાફી ઉવાચઃ)

 

"યાર આ બહુ પકાવે છે...તું ચેનલ બદલ ને યામી"

"સાચી મજા જંગલરાજ માં જ છે...સાહેબ...ઇન લવ વિથ એનિમલ ઇન્સ્ટિનક્ટ"

" ભલે...રમો જંગલ જંગલ...હું જઉં છું ચાલ...લે તારો ફોન પણ વાગ્યો...કોઈ રાણાજી છે."

 

પણ જૂથના બાકી નર પોતાને ગમતી માદાનું સહચર્ય આલ્ફા કંગારું ની નજરથી બચીને માણી જ લેતા હોઈ છે"( નેશનલ જિયોગ્રાફી ઉવાચઃ)

 

 

- યોગિની ચાવડા