૯.
લઘુકથા
- યોગિની ચાવડા
યામી....મારો ફોન વાગે છે જો ને..."
કંગારુંઓ માં આખા ટોળા વચ્ચે એકજ આલ્ફા કંગારું હોઈ છે જે દરેક માદા પર આધિપત્ય ધરાવે છે ( નેશનલ જિયોગ્રાફી ઉવાચઃ)
'યામી....બંધ કરને યાર તારું પ્રાણીજગત થોડીવાર અને મને મારો ફોન આપ..ઇટ કેન બી સમથિંગ ઈમ્પોર્ટન્ટ"
"એ...હા...આપું છું. કપાઈ ગયો. કોઈ પુરબાશા નો હતો.લે."
"માત્ર આપ એમ જ કહેલું વ્યોમકેશ બક્ષી"
"ના ના...એ તો એમ જ નજર પડી ગઈ...પણ આ પેલી જ ને ધ રોક સ્ટાર!હમણાં થોડા દિવસ પહેલાં તેનો ઇન્સ્ટાગ્રામ પર પણ મેસેજ આવેલો.કપડા કયાં આપું?"
જૂથની તમામ માદા કંગારું સાથે સંવનન માત્ર આલ્ફા કંગારું જ કરી શકે. બાકી બધાંજ નર માત્ર સેવા કરે. (નેશનલ જિયોગ્રાફી ઉવાચઃ)
"યાર આ બહુ પકાવે છે...તું ચેનલ બદલ ને યામી"
"સાચી મજા જંગલરાજ માં જ છે...સાહેબ...ઇન લવ વિથ એનિમલ ઇન્સ્ટિનક્ટ"
" ભલે...રમો જંગલ જંગલ...હું જઉં છું ચાલ...લે તારો ફોન પણ વાગ્યો...કોઈ રાણાજી છે."
પણ જૂથના બાકી નર પોતાને ગમતી માદાનું સહચર્ય આલ્ફા કંગારું ની નજરથી બચીને માણી જ લેતા હોઈ છે"( નેશનલ જિયોગ્રાફી ઉવાચઃ)
- યોગિની ચાવડા
⇔