યુવાસ્વર: સર્જન-લઘુકથા

પ્રસવ

- ડો. મિલિન્દ પારેખ (બારડોલી)

 

 

જિંદગીથી હારીને અને કોરોનાના સમયમાં તળિયે આવી ગયેલી સ્થિતિને કારણે, અમિત આજે ઊંચી ટેકરીથી જીવન ટૂંકાવી દેવાનું દ્રઢ મન કરી આવ્યો હતો. ટેકરીના છેડા પર આવી હજુ ઊભો જ રહ્યો.

 

ત્યાં તો એની નજર નજીકમાં પ્રસવપીડામાંથી પસાર થતી, નીચે આડી પડેલી ગાય પર પડી. બહુ દુખાવો સહન કરીને જન્મ આપેલા વાછરડાંને, પ્રસવપીડામાં થાકીને ઠૂસ થઇ ગયેલી મા, જીભથી વહાલ કરવા લાગી....

 

આંસુ સાથે હતાશાનું મરણ અને અમિતનો જાણે નવો જન્મ થયો..

 

- ડો. મિલિન્દ પારેખ (બારડોલી)