યુવાસ્વર: સર્જન-અનુવાદ

૧. હું તને ફરી મળીશ

 

અનુવાદ – પાયલ ધોળકિયા,

મૂળકૃતિ - અમૃતા પ્રીતમ

 

હું તને ફરી મળીશ

ક્યાં? કેવી રીતે? નથી ખબર,

કવચિત્ તારા કલ્પનાઓની પ્રેરણા બની,

તારા કેનવાસ પર ઊતરીશ

તો, કવચિત્ તારા કેનવાસ પર

એક રહસ્યમયી રેખા બનીને,

ચૂપચાપ તને જોતી રહીશ.

 

 

તો, કવચિત્ સૂર્યનું કિરણ બની

તારા રંગોમાં ભળીશ,

અથવા રંગોની પાશમાં બેસીને

તારા કેનવાસ પર વિખરાઈ પડીશ;

ખબર નહીં કેવી રીતે, ક્યાં?

પણ, તને જરૂર મળીશ.

 

 

તો કવચિત્ એક ચશ્મા બની હોઈશ.

અને જેમ ઝરણાંનું પાણી વહે,ઉડે

હું પાણીનું ટીપું બની,

તારા શરીર પર પ્રસરીશ;

અને એક શીતળ ઠંડક બનીને,

તને હું આલિંગન કરીશ;

 

 

હું બીજું કશું નથી જાણતી

પણ એટલું જરૂર જાણું છું,

કે સમય જે પણ કરશે

આ જન્મ મારી સાથે ચાલશે...

આ જે દેહ હોય છે,

બધું જ ખતમ થઇ જાય છે.

 

 

પરંતુ ચેતનમય તાંતણા

સૃષ્ટિસભર પ્રકૃતિમય હોય છે;

હું એ ક્ષણને પસંદ કરીશ,

એને તાંતણામાં ગૂંથી અનુબંધ જાળવીશ,

અને તને હું ફરી મળીશ તને.

 

 

 

મૂળકૃતિ : અમૃતા પ્રીતમ

અનુવાદ - પાયલ ધોળકિયા, ભુજ, કચ્છ

 

 

૨. અંકુરણની સંભાવના દરેક બીજમાં હોય છે

 

અનુવાદ: નમ્રતા ચંદાત,

મૂળકૃતિ - વંદના ગુપ્તા

 

લાગે છે મને,

ક્યારેક ક્યારેક ડરવું જોઈએ,

કારણ કે ડરમાં એક

શક્યતા છુપાયેલી હોય છે

બધા પાસા  પલટાવવાની…

ડરનો  ‘કીડો’

આકુળવ્યાકુળથી,

બધી દિશાઓ તરફ,

જોવા માટે મજબૂર કરી દે છે,

પછી કોઈપણ ચાલાકી,

કોઈ પણ ચેતાવણી

કોઈ પણ ખોટી આશા

સામેવાળાની,

કામમાં નથી આવતી,

કારણ કે

ડર જન્માવે  છે;

એક સજાગતા,

એક વિચારબોધ,

એક યુક્તિમય, તર્કબધ્ધ દિશા;

જે ક્યારેક ક્યારેક

ડર પછી  જીત છે, નો

સંદેશ આપી જાય છે,

ઉત્સાહમાં સંચાર ભરી દે છે.

ડરી ડરીને જીવવું નહીં

પરંતુ ડરને હથિયાર બનાવીને,

તલવાર બનાવીને,

સજાગતાની ધાર પર ચાલવું જ

ડરનો સંશય;

વિચારને બદલાવે છે.

અને એક નવી દિશા આપે છે;

કે

કૈક હદ  સુધી તો  ડર પણ જુસ્સાને વધારે છે,

કારણ કે

અંકુરણની સંભાવના દરેક બીજમાં હોય છે;

શર્ત એટલી કે તેનો સાચો ઉપયોગ થાય,

 પછી ભલેને, ડર રૂપી રાવણ હોય કે ડર સાથે આંખો મેળવનાર  રામ

જીત તો ફક્ત સત્યની થાય છે

અને દરેક સત્ય બધા ડર  કરતા પર  હોય છે.

કારણ કે

ડરના પડછાયા નીચે

ત્યારે સજાગતાથી યુક્તિમય દિશામાં વિચારબોધ થાય છે

અને રસ્તો અવિરત  નિશ્ચિત બને છે...

હવે ડરનો  પ્રયોગ, કોણ કેવી રીતે કરે છે

એ તો પ્રયોગ કરવાવાળાની શક્તિ પર જ નિર્ભર ....

 

અનુવાદ: નમ્રતા ચંદાત, મુંબઈ

મૂળકૃતિ - વંદના ગુપ્તા

3. કવિતા વિષે

 

અનુવાદ: જ્યોતિ વડોદિયા

મૂળકૃતિ - નીલિમકુમાર

 

વાંચતાં પહેલાં જ કવિતા ખોવાઈ ગઈ.

તમે જે વાંચી રહ્યા છો તે કવિતાના ખોવાતા પહેલાંના કેટલાક ચિન્હો છે.

ત્યાં એક કવિતા હતી એ કહેવા માટે

કવિતા છોડી ગઈ છે કેટલીક ચીજો જેથી,

તમે કવિતાને ઓળખી શકો.

કવિતા એ પહેરેલાં કપડાં કે ચંપલથી.

શું તમારા કપડાં, ચંપલ કે બૂટ

તમારી ઓળખ હોઈ શકે છે?  તો પછી કવિતાની સાથે અન્યાય કેમ થાય ?

કવિતાને પણ આપણને છોડી દેવી પડશે,

હજારો વર્ષોથી કવિતાને દાસી બનવવાની,

કવિના પ્રયત્નો પર, પાણી ફેરવી કવિતા પાર પડે છે,

અનેક સપનાઓના પ્રદેશ પાર કરી,

ક્યારેક ક્યારેક, એક ઝલક દેખાડી જતી કવિતાને અમે જોઈ છે,

તો કયારેક વાંચતા પહેલા જ ખોવાય જાય,

અને જે પોતાને કવિતાના વાચક સમજે છે,

અથવા  જેણે કવિના રૂપે ક્યારેક સામવેદ લખ્યું હતુ,

એ બધાને પ્રત્યે જરા પણ આશા ન રાખતી કવિતા,

ખોવાઈ ગઈ છે લખતાં કે વાંચતાં પહેલા, અને

કોઈ વિવેચકના ઉદ્યાનમાં (જોકે એમનો પોતાનો ઉદ્યાન નથી હોતો,

બીજાના ઉદ્યાનમાં ફરતા હોય છે.)એ અટહાસ્ય કરી રહી છે.

 

 

હિન્દીમાંથી અનુવાદ: જ્યોતિ વડોદિયા, મુંબઈ.

મૂળકૃતિ - અસમિયા ભાષાના કવિ નીલિમકુમારનું કાવ્ય

 

૪. મિલકત

 

હિન્દીમાંથી અનુવાદ: પાયલ વસરામ ભાથી

મૂળકૃતિ - કેદારનાથ સિંહ

 

આખું શહેર શોધ્યા પછી

હું આ નિષ્કર્ષ પર પહોંચ્યો

કે આ આટલા મોટા શહેરમાં,

મારી સૌથી મોટી મૂડી છે.

 

મારો ચાલતો શ્વાસ,

મારી છાતીમાં બંધ છે, મારી નાનકડી મૂડી,

જેને હું રોજ થોડાં–થોડાં

ખર્ચ કરે રાખું છું.

 

કેમ એવું ન થઈ શકે

કે હું એક દિવસ ઉઠું,

અને ત્યાં જે ભૂરી-ભૂરી એક જનબેંક છે,

આ શહેરના છેવાડે

ત્યાં જમાં કરી આવું.

વિચારું છું.

ત્યાંથી જે વ્યાજ મળશે.

તેના આધારે  જીવી લઈશ બાદશાહી ઠાઠથી,

અનેકોનેક જીવન.

 

 

હિન્દીમાંથી અનુવાદ: પાયલ વસરામ ભાથી, મુંબઈ

 મૂળકૃતિ - કેદારનાથ સિંહ